ગુજરાતના આ વિસ્તારમાં હવામાન વિભાગે કરી ૪૮ કલાકની ભારેથી અતિભારે વરસાદની આગાહી…. – GujjuKhabri

ગુજરાતના આ વિસ્તારમાં હવામાન વિભાગે કરી ૪૮ કલાકની ભારેથી અતિભારે વરસાદની આગાહી….

હાલ રાજ્યમાં વરસાદ ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે.જેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ સર્જાયો છે જેમાં દરેક જગ્યાએ જળ બમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.દક્ષિણ ગુજરાત સહીત મેઘરાજા સૌરાષ્ટ્ર,મધ્યગુજરાત,ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થયો છે.જેથી રાજ્યના કેટલાક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે.

અનેક જગ્યાએ રોડ રસ્તાની હાલત કફોડી બની છે.જયારે વધારે વરસાદના કારણે નદી નાળા પણ છલકાવા લાગ્યા છે.તેમજ ડેમ પણ ઊંચી સપાટી પર પહોંચી ગયા છે.જેથી દરેક લોકોના હાલ થઈ ગયા છે બેહાલ ત્યારે હજુ પણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેવામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.તેમજ અમદાવાદમાં પણ આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી કરાવમાં આવી છે.જયારે દ્વારકા દાહોદ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા તેમજ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અત્યારે ખેડૂતો માટે રાહતનો સમાચાર એ છે કે અત્યારે ચાલુ સીઝનનો વરસાદ ૬૫ ટકા નોંધાઈ ગયો છે.જેમાં સૌરાષ્ટ્રમાં ૧૨ જુલાઈ સુધી ૯૪ ટકા વરસાદ પડી ગયો છે.