ગુજરાતના આ મોટા ઉધોગપતિએ એવો સંકલ્પ કર્યો કે 147 ગામોમાં ઊભા કરીશ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની,અત્યા સુધી 111 ગામોમાં પૂર્ણ કર્યું આ કામ… – GujjuKhabri

ગુજરાતના આ મોટા ઉધોગપતિએ એવો સંકલ્પ કર્યો કે 147 ગામોમાં ઊભા કરીશ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની,અત્યા સુધી 111 ગામોમાં પૂર્ણ કર્યું આ કામ…

આ વર્ષે 31 ઓક્ટોબરના દિવસે લોખંડી પુરુષ સરદાર પટેલની 147મી જન્મ જંયતિ છે. તેમણે દેશ માટે આપેલા યોગદાન આજે પણ દેશની જનતા યાદ કરે છે. તેમના માનમાં દુનિયાનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ પણ ગુજરાતમાં બનાવવામાં આવ્યુ છે. આવનારી પેઢી સરદાર પટેલના આપણા દેશ માટેના યોગદાનને ન ભૂલે તે હેતુથી અમરેલી જિલ્લાના ચમારડી ગામના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરા એ એક સંકલ્પ કર્યો છે.

ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરાએ 147 ગામોમાં સરદાર પટેલની પ્રતિમા મૂકવાનું મન બનાવ્યું છે.કારણ કે આગામી 31મી ઓક્ટોબરે સરદાર પટેલની 147મી જન્મ જયંતી છે.લાઠી-બાબરા-દામનગર પંથકનાં 80 ગામો સુધી સરદાર પટેલની પ્રતિમા પહોંચતી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.તમને જણાવીએ કે અત્યાર સુધીમાં ગુજરાતના 100થી વધુ ગામોમાં સ્ટેચ્યુ લાગી પણ ગયા છે.

અને આગામી 31મી ઓક્ટોબર સુધીમાં 147 ગામોમાં આ મૂર્તિઓ લગાવી દેવામાં આવશે.સરદાર પટેલની 147મી જન્મ જયંતીએ પ્રતિમાની અનાવરણવિધિ પૂર્ણ કરવામાં આવશે.તેમણે અગાઉ 12 તારીખે લાઠી-બાબરા પાંચાળ વિસ્તારમાં સૌથી ઉંચી આઠ ફૂટની સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.

ત્યારે સરદાર પટેલ અમર રહે,દેશની એકતા જિંદાબાદ જય..જય.. સરદારના નારા ગુંજી ઉઠ્યા હતા.તમને જણાવીએ કે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણના શુભ અવસર નિમિત્તે ભુપેન્દ્રભાઈ બસિયા, અશોકભાઈ રાખોલીયા, આસપાસના સર્વ સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.