ગુજરાતના આ મહાન રાજવીએ મહંમદ અલી ઝીણાને પોતાની હદમાં વેશવા ન દીધો! એક શરત મુકતા જ ઝીણાને પાછા પગે ચાલી જવું પડ્યું. – GujjuKhabri

ગુજરાતના આ મહાન રાજવીએ મહંમદ અલી ઝીણાને પોતાની હદમાં વેશવા ન દીધો! એક શરત મુકતા જ ઝીણાને પાછા પગે ચાલી જવું પડ્યું.

આજે ભારત આઝાદ થયો એના 75 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે દેશ ગર્વ અનુભવ છે. આપણને આઝાદી તો મળી ગઈ પરંતુ દેશ બે ભાગમાં વહેંચાય ગયો.ભારત અને પાકિસ્તાન સરહદની લકીર ખેંચીને આ બંને દેશો આ દિવસોએ અલગ થયા હતા. આઝાદ પાકિસ્તાનનું સુકાન મહંમદ અલી ઝીણાના હાથમાં સોંપાયુ હતું. આજે આપણે મહંમદ અલી ઝીણા સાથે જોડાયેલ એક એવી વાત વિશે જાણીશું.

ગુજરાતના એક મહારાજાએ હંફાવ્યા હતા. તેમણે ઝીણાને પોતાના વિસ્તારમાં પ્રવેશવા ન દીધા હતા. આ કિસ્સો છે એક રાજાની ખુમારીનો, એમની પ્રજા માટે કંઈ પણ કરી છૂટવા માટેની તૈયારીનો. આવો જોઈએ એ સમયની વાત. આ એ સમયની વાત છે જ્યારે આપણો દેશ આઝાદ ન હોતો થયો. રાજવી કાળમાં ગોંડલમાં ક્યારેય કોમી તોફાન થયાં નહોતાં પણ જૂનાગઢનાં તોફાનોની અસર ધોરાજીમાં પણ થઈ હતી પણ મહારાજા સર ભગીરથસિંહજીને ખબર પડતા જ ઉશ્કેરાટને દાબી દીધો.

મુસ્લિમ લીગના પ્રમુખ કાયદે આઝમ મહમ્મદઅલી ઝીણાને ગોંડલ રાજ્યની મુલાકાત લેવા આમંત્રણ અપાયું તેના લીધે કેટલાક સ્થળે લોકલાગણી દુભાવે તેવાં સૂત્રો પોકારતાં સરઘસો નીકળવા લાગ્યાં હતાં મહારાજાને વાતાવરણ યોગ્ય ન લાગ્યું એટલે ઝીણાની ટ્રેન આવતી હતી તે ટ્રેન ગોંડલમાં પ્રવેશે તે પહેલાં જ અટકાવી દીધી અને સંદેશ મોકલ્યો.

આપના આગમનથી ગોંડલ રાજ્યમાં કોમી ઉશ્કેરણી ફેલાવાની દહેશત છે. તકેદારીના ભાગરૂપે વ્યવસ્થા જાળવવાની ફરજ પડી છે. આ કારણે ઝીણા એ કહ્યું કે, હું તો ગોંડલના મોટા પાનેલીનો છું. મારે કોની મંજૂરી લેવાની હોય? જેથી અમ્લદારે કહ્યું કે આપે તેના જરૂરી પુરાવા આપવા પડશે. અત્યારે આપ મુંબઈ વસવાટ કરો છો. એટલે કાયદાકીય રીતે તમે બ્રિટિશ હિંદના નાગરિક કહેવાઓ. કોઈ વ્યક્તિ બે રાજ્યમાં નાગરિક ન હોય.

ઝીણા પાસે કોઈ રસ્તો ન હતો તેને ગમે તે રીતે ગોંડલમાં પ્રવેશ કરવો હતો જેથી તેને કહ્યું કે, હું ગોંડલ નહીં આવું તો લોકોમાં ઉશ્કેરાટ ફેલાશે. અમલદારે કહ્યું કે, તમને અટકાવવાનો કોઈ ઈરાદો નથી પણ તમે કોઈ ઉશ્કેરણીજનક ભાષણ સભા કે સરઘસમાં ભાગ નહીં લો તેમજ કોઈ રાજદ્રોહી પ્રવૃત્તિમાં નહીં કરવી.એવી ખાતરી આપતી અરજી કરો તો તરત પ્રવેશ મળશે.

રાજ્ય તમારી મહેમાનગતિ પણ કરશે. આ વાત સાંભળતા જ ઝીણા એ અસ્વીકાર કર્યો અને ગોંડલની સરહદ થી જ પાછા ફર્યા. આ હતા ગોંડલના રાજા સર ભગીરથસિંહજીજેમને પ્રજાના હિત અર્થે ઝીણાને પોતાની હદમાં પ્રવેશવા ન દીધો.