ગુજરાતના આ દીકરાએ સખત મહેનત સાથે આર્મીની જજ એડવોકેટની પરીક્ષા પાસ કરીને લેફ્ટનન્ટ તરીકે જોડાઈને ગુજરાતનું ગૌરવ વધાર્યું. – GujjuKhabri

ગુજરાતના આ દીકરાએ સખત મહેનત સાથે આર્મીની જજ એડવોકેટની પરીક્ષા પાસ કરીને લેફ્ટનન્ટ તરીકે જોડાઈને ગુજરાતનું ગૌરવ વધાર્યું.

ઘણા યુવક અને યુવતીઓને આપણે જોતા હોઈએ છીએ જે મહેનત કરીને જીવનમાં આગળ વધતા હોય છે અને સફળતા મેળવતા હોય છે, આજે આપણે એક તેવા જ દીકરા વિષે વાત કરીશું, વલ્લભ વિદ્યાનગરમાં રહેતા ૨૪ વર્ષના ઋતુરાજ ભાનુકુમાર પરમારએ ઇન્ડિયન આર્મીની જજ એડવોકેટ જનરલ બ્રાન્ચમાં લેફ્ટનન્ટ તરીકે જોડાયા હતા.

ઋતુરાજએ જજ એડવોકેટ જનરલ બ્રાન્ચમાં લેફ્ટનન્ટ તરીકે જોડાઈને પરિવારની સાથે સાથે ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું હતું, ઋતુરાજનું શનિવારના રોજ આર્મીની ઓફિસર્સ ટ્રેનિગ ચેન્નઇ ખાતે તેના માતાપિતાની હાજરીમાં તેમનું કમિશનિંગ થયું હતું. ઋતુરાજએ તેમની સખત મહેનતથી દેશની સૌથી અઘરી ગણાતી સર્વિસ સિલેક્શનની પરીક્ષામાંથી દેશનાં પાંચ પુરુષ ઉમેદવારોમાં સ્થાન મેળવીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

ઇન્ડિયન આર્મી દર વર્ષે પાંચથી દસ પોસ્ટ માટે શોર્ટ સર્વિસ કમિશન માટે ૨૧ થી ૨૭ વર્ષનાં લો-ગ્રેજ્યુએટ યુવાનો પાસેથી અરજી મંગાવે છે અને ઇન્ટવ્યૂ બે સ્ટેજમાં હોય છે. પ્રાથમિક સ્ક્રીનિંગ પછી બીજા સ્ટેજમાં ઇન્ટરવ્યૂ યોજવામાં આવે છે, બીજા સ્ટેજમાં આઇક્યુ, ઇક્યુ, સાયકોલોજીકલ, મેન્ટલ, ફિઝિકલ, ઇનિશિયેટીવ, ગ્રુપ, ઇએક્શન વગેરે જેવા અનેક ટેસ્ટ યોજવામાં આવે છે.

૨૫૦૦ થી ૩૦૦૦ ઉમેદવારોનાં સ્ક્રીનિંગ કર્યા પછી પાંચ પુરૂષ ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે, તેમાં ગુજરાતના ઋતુરાજ પરમારની પસંદગી કરવામાં આવી હતી, ઋતુરાજ પરમારએ જણાવતા કહ્યું હતું કે જે પણ લોકો આર્મીમાં જવા માંગે છે તે દરેક લોકો જો મહેનત કરશે તો તે દરેક લોકોને ચોક્કસ સફળતા મળશે.