ગુજરાતના આ ગામમાં એવું તો શું થયું કે લોકો તેને કેન્સરવાળું ગામ તરીકે ઓળખે છે, દરેક ઘરની અંદર લાગેલા ફોટા સાક્ષી પુરે છે….. – GujjuKhabri

ગુજરાતના આ ગામમાં એવું તો શું થયું કે લોકો તેને કેન્સરવાળું ગામ તરીકે ઓળખે છે, દરેક ઘરની અંદર લાગેલા ફોટા સાક્ષી પુરે છે…..

ગુજરાતનું એવું ગામ કે જેને કેન્સરનું ગામ તરીકે ઓળખવામાં આવે છે. જે ગામના લોકો આજે પણ ખુબજ ડર ડરમાં જીવે છે. અહીં ઘણા લોકોનું કેન્સરના કારણે મૃત્યુ થઇ ગયું છે માટે આ ગામને કેન્સર ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ગામનું નામ કેલીયાવાસ છે અને તે અમદાવાદથી આશરે ૩૦ કિલોમીટર જેટલું દૂર આવેલું છે. તો આ ગામનું નામ કેન્સરવાળું ગામ કઈ રીતે પડ્યું.આ ગામમાં કેન્સરે હાહાકાર મચાવ્યો છે, ૨૦ થી પણ વધારે લોકોનું કેન્સરના કારણે મૃત્યુ થઇ ચૂક્યું છે. અને ઘણા લોકો છે કે જે કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે,

તેની પાછળ પણ એક સૌથી મોટું કારણ છે. આ ગામના લોકો ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એવા પણ.મોટા ભાગના લોકો પાસે પોતાની જમીન નથી માટે તે બીજાની જમીન ભાડે રાખીને ખેતી કરે છે,

સૌથી વધારે અહીં શકભાજીની ખેતી થાય છે શાકભાજીની ખેતીને બચાવવા માટે ખુબજ વધારે પડતી કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. માટે જયારે માણસો આવી શાકભાજીને ખાય છે માટે તેને કેન્સર જેવી બીમારી થાય છે અને આ ગામના લોકો સાથે પણ આવું જ થયું છે.

કીટનાશક વાળી શકભાજી ખાવાથી આ ગામના લોકોના મોટા ભાગના લોકોને કેન્સર થયું હતું આજ સુધી ૨૦ જેટલા લોકોનું આજ સુધી મૃત્યુ થઇ ગયું છે અને ઘણા લોકોને આજ સુધી આ ગામમાં કેન્સરની બીમારી થઇ હોવાથી તેને લોકો કેન્સરવાળું ગામ તરીકે ઓળખે છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.