ગીર સોમનાથમાં રુંવાડા ઉભા કરીદે તેવી ઘટના બની,દીકરીને ભૂત વડગ્યું છે તેવી શંકામાં પિતાએ 14 વર્ષની દીકરીને મોત આપ્યું,પછી જે કર્યું…..
ગીર સોમનાથથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ જિલ્લાના તાલાલાના ધાવા ગીર ગામમાં અંધશ્રધ્ધામાં એક નાની બાળાની હત્યા કરવામાં આવી છે.હત્યા બીજા કોઈએ નહિ પણ દીકરીના સગા બાપાએ જ કરી છે.તેવું પોલીસ તપાસમાં ખુલ્યું છે.આરોપી પિતાએ દીકરીની બલિ ચઢાવીને તેને ફરીથી તંત્ર-મંત્ર વિદ્યાથી જીવિત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.જો કે તે નિષ્ફળ ગયો હતો.
વિગતવાર જણાવીએ તો અહીંના વાડી વિસ્તારમાં ભાવેશભાઈ ગોપાલ અકબરી નામના વ્યક્તિ રહે છે.જે આમ તો પહેલા સુરત રહેતા હતા અને છેલ્લા છ મહિનાથી અહીં વતનમાં આવીને રહે છે.તેમની 14 વર્ષની માસુમ બાળકી ધૈર્યા જે ધોરણ 9 માં અભ્યાસ કરે છે.14 વર્ષીય પુત્રી પર ભૂતનું વળગણ હોય તેવી શંકાથી પિતા દ્વારા મેલી વિદ્યાનો સહારો લેવામાં આવ્યો હતો.
જે અંતર્ગત આરોપી પિતા ભાવેશ પહેલા દીકરી ધૈર્યાને વાડીમાં લઇ ગયો હતો.ત્યાર બાદ પુત્રી પર સતત 7 દિવસ અમાનુશી અત્યાચાર આચાર્યો હતો.આ સમય દરમિયાન ધૈર્યાના જુના કપડા સળગાવી ધૈર્યાને આગ પાસે બે કલાક સુધી ઉભી રાખી હતી.સાથે સાથે નરાધમ પિતાએ તેણે શેરડીના વાડમાં લાકડી તથા વાયરથી ધૈર્યાને ઢોર માર માર્યો હતો.
આટલેથી પણ પિતાને સંતોષ ન થયો તો ખુરશીમાં બાંધીને તેને ભુખી તરસી બેસાડી રાખી હતી.આ રીતે માસમુ પર અમાનુષી અત્યાચાર ગુજારાતા તેનું મોત નિપજાવ્યું હતું.તમને જણાવીએ કે ધૈર્યાના મોટા બાપુજી પણ આ ઘટનામાં સામેલ હતા.14 વર્ષીય માસુમ બાળકીની આઠમા નોરતે બલી ચઢાવ્યા બાદ તેના મૃતદેહને ચાર દિવસ સુધી એક પ્લાસ્ટિકમાં વીંટાળીને રાખવામાં આવ્યો હતો.બાદમાં થોડાક જ પરીવારજનોની હાજરીમાં માસુમ બાળકીની અંતિમક્રિયા વિધી કરી નાખવામાં આવી હતી.આરોપી પિતાએ ધૈર્યાને કોઈ ચેપી રોગ હોવાથી મોત થયાનું કુટુંબમાં જણાવ્યું હતું.
આરોપી પિતાએ માસૂમની કરેલી હત્યાની સમગ્ર ઘટનાથી તેની પત્નીને અજાણ રાખેલી.તેના છાનેછૂપે કરાયેલા અગ્નિસંસ્કાર બાદ જ માતાને મૃત્યુની જાણ કરી હતી.આ હચમચાવી નાખતા ઘટસ્ફોટ બાદ માસૂમ દીકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.