ગીર ના સાવજ સાથે એક માલધારી ને મિત્રતા થય પછી-વાંચો એક સત્ય કથા – GujjuKhabri

ગીર ના સાવજ સાથે એક માલધારી ને મિત્રતા થય પછી-વાંચો એક સત્ય કથા

ગીરનાં સિંહોનો ઇતિહાસ રહ્યો છે અને આજે પણ છે અને અહિના સિંહોએ દેશ-વિદેશમાં પણ એક ખ્યાતનામ વ્યક્તિ જેવી પ્રતિષ્ઠા મેળવી છે.1965માં ગીર ક્ષેત્ર ને સિંહ ના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું એ પછી થોડા વર્ષોમાં ગીર માલધારીઓને ત્યાંથી અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી શરુ થઇ ગઈ હતી.બસ પછી અનેક માલધારીઓને ગિરનું જંગલ છોડવું પડ્યું.સિંહ અને માલધારીઓ માટે ગીર ઘર છે જેમાં સિંહ ઘર માટે માલધારીઓ ચાલ્યા ગયા.

ઈ.સ.1955-60માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી.ગીરના ઈતિહાસના સૌથી શક્તિશાળી સિંહ નર માંથી એક આ ટીલીયો પુખ્તવયની ભેંસનો શિકાર કર્યા બાદ તેની ડોકથી ઉંચકી ઢસડી લઇ જતો હતો.ત્યારે ભેંસનું શરીર જમીનને અડકવા ન દેતો,માત્ર ભેંસના પગના લીટા જમીન પર જોવા મળતાં હતાં.આવી અદભૂત તાકાત ધરાવનાર સિંહ નરની ભારત સરકારે 1960ની સાલમાં ટપાલટિકીટ પણ પ્રસિદ્ધ કરેલી.

આ ટીલીયો જીણાભાઇનો અત્યંત હેવાયો હતો.ટીલીયો નાનો હતો ત્યારથી જ તેની મા ગંગા જીણાભાઇ સાથે ખૂબ આત્મીયતા ધરાવતી.જીણાભાઇ સૂતાં હોય તો તેની પડખે આવીને સૂઇ જાય.આ મિત્રતા હતી.

“એક વખત ટીલીયો નાનો હતો ત્યારે રમતો રમતો જીણાભાઇ સૂતા હતા તેના પડખામાં ઘૂસી ગયો હતો.જીણાભાઇને ખ્યાલ નહીં અને ટીલીયો તેમના હાથ નીચે દબાતા કાંવકારા કરવા લાગ્યો-રાડો પાડવા લાગ્યો.ટીલીયાની મા ગંગા સિંહણે સફાળી બેઠી થઇ અને સીધો જ પંજો જીણાભાઇની છાતી પર રાખ્યો અને ત્રાડ પાડી.તો જીણાભાઇએ માથા પરથી હાથ હટાવ્યા વગર બંધ આંખે જ સહજતાથી કહ્યું,”“એ ગંગા… તુંય શું પણ… આતો હું છું જીણો…”

સિંહ પરનાં સંશોધન માટે આવેલા પોલ જોસલીન એ ટીલીયા અને તે સમયનાં ત્યાનાં ચારણ જીણાભાઇ સાથેની મિત્રતા જોઇ દંગ રહી ગયા હતા.ત્યારે તો કહેવાય છે:-
” તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.”