ગામની ચારે બાજુ પાણી ભરાતા બીમાર દીકરીને લઈને પરિવાર ફરતો રહ્યો એવામાં દીકરીનું મૃત્યુ થઇ જતા દીકરી ના મામા તેના મૃતદેહને ઊંચકી ગામ સુધી લાલાવા મજબુર બની ગયા.
અત્યારે ભારે વરસાદને લઈને આખા રાજ્યમાં ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વડોદરાના ડભોઇ તાલુકાના સેજપુર ગામે ખુબજ દુઃખદ ઘટના બની છે. સેજપુર ગામની ૧૦ ધોરણમાં અભ્યાસ કરતી દીકરી રેણુકા બે દિવસથી બીમાર હતી.માટે તેનો પરિવાર તેને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાર લઈને ગયો હતો. ત્યાં ઠેર ઠેર પાણી ભરતા આખા વિસ્તારમાં રસ્તાઓ બંધ થઇ ગયા હતા. રેણુકાની તબિયત વધારે બગડતા.
તો તેને બીજા મોટા દવાખાને લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પાણી ભરાતા એમ્બ્યુલન્સ ચાલી શકે તેમ નહતી માટે પરિવારના લોકોએ રીક્ષામાં દીકરીને મોટી હોસ્પિટલમાં લઈને જવાનું નક્કી કર્યું ભારે વરસાદને લઈને પરિવારને ખુબજ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.દીકરીને હોસ્પિટલ પહોંચાડે તેની પહેલા જ દીકરીનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો હતો. માતા પિતાએ ત્યાંજ હૈયાફાટ રુદન શરૂ કર્યું હતું.
દીકરીને હોસ્પિટલ લઈને જવામાં આવી પણ ડોક્ટરે દીકરી મૃત જાહેર કરી હતી. દીકરીણ મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ આખા પરિવારમાં માતમ છવાઇ ગયો છે. દીકરીના મૃતદેહને એમ્યુલન્સમાં ઘરે લઈને જવામાં આવી રહ્યો હતો.આજે દીકરીનું આવૈ રીતે મૃત્યુ થઇ જવાથી આખા ગામમાં માતમ છવાઈ ગયો છે. ગામના લોકો સરકારને દીકરીના પરિવારને મદદ કરવા માટે જણાવી રહયા છે. જો દીકરીને સમયસર સારવાર મળી હોત તો આજે તે જીવતી હોત.