ગાડીની જોરદાર ટક્કરથી ટ્રેક્ટરના થઈ ગયા બે ટુકડા,ક્યારેય નહીં જોયો હોય એવો વિડીયો આવ્યો સામે…. – GujjuKhabri

ગાડીની જોરદાર ટક્કરથી ટ્રેક્ટરના થઈ ગયા બે ટુકડા,ક્યારેય નહીં જોયો હોય એવો વિડીયો આવ્યો સામે….

ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું થોડાક અઠવાડિયા પહેલા કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.સાયરસ મિસ્ત્રીના અકસ્માતની ઘટના તાજી છે ત્યારે હવે આંધ્રપ્રદેશના તિરુપતિમાં એક મર્સિડીઝ કારને અકસ્માત નડ્યો છે.ટ્રેક્ટર અને મર્સિડીઝ કાર એકબીજા સાથે અથડાયા હતા.મર્સિડીઝ બેન્ઝને ટક્કર માર્યા બાદ ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા.જ્યારે કારમાં સવાર મુસાફરોને સામાન્ય જ ઈજાઓ થઈ હતી.

આ mercedes કારની કિંમત પ્રમાણે mercedes કારે કારમાં સવાર લોકોના જીવ પણ બચાવી લીધા હતા.સોમવારે તિરુપતિ પાસે બાયપાસ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.મર્સિડીઝ કારની સામે એક ટ્રેક્ટર અચાનક આવી ગયું હતું.ટ્રેક્ટર ખોટી દિશામાં આવી જતાં મર્સિડીઝના ચાલક પાસે ટક્કર ટાળવા માટે પૂરતો સમય નહોતો.

ટ્રેક્ટર મર્સિડીઝની ડાબી બાજુએ અથડાયું.જેથી ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા.આ અકસ્માતમાં ટ્રેક્ટરના ચાલકને સામાન્ય ઈજા થઈ હતી.વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મર્સિડીઝ બેન્ઝ કારની ડાબી બાજુની ફ્રન્ટ સાઇડ થોડી ક્ષતિગ્રસ્ત છે.ટ્રેક્ટરનો આગળનો ભાગ કારની આગળ પડેલો જોઈ શકાય છે.સાથે જ ટ્રેક્ટરનો પાછળનો ભાગ અને ટ્રોલી બીજા અંતરે ક્ષતિગ્રસ્ત થઈ પડ્યો છે.

તમને જણાવીએ કે આ અકસ્માતમાં દરેક વ્યક્તિ સુરક્ષિત છે.તમામ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.આ ભયંકર અકસ્માત થતાં ટ્રેક્ટરના અનેક ટુકડાઓ રસ્તા ઉપર વેરવિખેર થઈને પડેલા જોવા મળ્યા હતા.આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયો જોઈને ચોકી ઉઠ્યા છે.