ગાંધીનગરમાં મજૂરી કરતા માતા પિતાનું બીજાની ભૂલના કારણે એકસાથે મૃત્યુ થઇ જતા પાંચ બાળકો અનાથ થઇ ગયા… – GujjuKhabri

ગાંધીનગરમાં મજૂરી કરતા માતા પિતાનું બીજાની ભૂલના કારણે એકસાથે મૃત્યુ થઇ જતા પાંચ બાળકો અનાથ થઇ ગયા…

ગાંધીનગરમાં ખુબજ દુઃખદ ઘટના બની હતી. જેમાં મજૂરી કરતા દંપતીનું એક સાથે મૃત્યુ થઇ જતા ૫ બાળકો નોધારા બની ગયા. ગાંધીનગરના ઇંદ્રોડા ગમે રહેતા. ભીખાજી પોતાના કૌટુંબિક ભાઈ રાજુજી મકવાણા અને તેમની પત્ની સવિતા બેન સાથે બાઈક પર બેસીને પોતાના ઘરે જઈ રહયા હતા.

ત્યાં અચાનક જ પાછળથી આવતી કારે તેમની બાઈકને ટક્કર મારી હતી.જેના લીધે બાઈક પર બેસેલા બધા જ લોકો ફંગોળાઈને રોડ પર પડી ગયા હતા. આ ઘટનામાં રાજુજી અને તેમની પત્ની સવિતા બેન ખુબજ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

માટે રાજુજી અને તેમની પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. તે બંને મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનોમાં ૩ દીકરીઓ અને ૨ દીકરાઓ છે.

ત્રણ દીકરીઓના લગ્ન થઇ ગયા છે અને ૨ દીકરાઓના લગ્ન બાકી છે. માતા પિતાનું એકસાથે મૃત્યુ થઇ જતા. ગામના બધા જ લોકો ઘટના સ્થેળ પહોંચી ગયા હતા. દીકરા અને દીકરીઓએ પણ ઘટના સ્થળે પહોંચીને આક્રંદ રુદન શરૂ કર્યું હતું.

આ ઘટનાથી રાહ દારીઓ પણ ભેગા થઇ ગયા હતા અને બધાને એમ્યુલન્સ મારફતે દવાખાને મોકલ્યા હતા.જ્યાં ડોકટરોએ પતિ પત્નીને મૃત જાહેર કર્યા હતા. આ વાતની જાણ થતાની સાથે જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બધા જ બાળકો અનાથ થઇ જતા. આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.