ગાંધીનગરમાં ફરી માતાની મમતા લાગવાની અજાણ્યા રાહદારીએ નવજાત બાળકનો જીવ બચાવી તેને નવું જીવનદાન આપ્યું.. – GujjuKhabri

ગાંધીનગરમાં ફરી માતાની મમતા લાગવાની અજાણ્યા રાહદારીએ નવજાત બાળકનો જીવ બચાવી તેને નવું જીવનદાન આપ્યું..

ગાંધીનગરથી ફરી એવી ઘટના સામે આવી કે જેનાથી માતાની મમતા લજવાની છે. ગાંધીનગરના સરગાસણથી એક નવજાત બાળક મળી આવતા આખા વિસ્તારમાં ચકચાર મળી ગઈ હતી. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું.માતાએ પોતાનું પાપા છુપાવવા માટે પોતાના બાળકને છોડી દીધું હતું. તરત જ આ વાતની જાણ ૧૦૮ને કરવામાં આવી હતી. તરત જ બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈને જવામાં આવ્યું હતું.બાળકની સ્થિતિ ખુબજ દયનિય હતી. તેની સ્થિતિ જોઈને બધા જ લોકોને દયા આવી ગઈ હતી.

એક રાહદારી ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહયો હતો ત્યારે બ્રિજની નજીક આવેલા ખેતરમાં એક બાળકનો રડવાનો અવાજ સાંભળીને યુવકે જઈને જોયું તો આવરું જગ્યાએ એક નવજાત બાળક તળછોડાયેલી જગ્યા એથી મળી આવ્યું હતું.

રાહદારીએ તરત જ ૧૦૮ ની ટિમને આ વાતની જાણ કરી હતી. ૧૦૮ તરત જ ત્યાં આવી પહોંચ્યું હતું.૧૦૮ ની ટીમે જયારે ત્યાં જઈને જોયું તો બાળકની સ્થિતિ ખુબજ ખરાબ હતી માટે બાળકને તરત જ ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં અવાયું હતું.

પોલીસે પણ ગુનો નોંધીને તેની માતા પિતાની શોધ ખોળ ચાલુ કરી છે. પોતાના બાળકને કયા માતા પિતા આવી રીતે છોડી શકે છે. આજે આ બાળક માટે લોકો ખુબજ સંવેદના ઉત્પન્ન કરી રહયા છે. ૧૦૮ ના કર્મચારીઓએ ફોન પર ડોકટરની સલાહ લઈને .

બાળકને તરત જ જરૂરી સારવાર આપી હતી અને તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. તેની સારવાર પછી નક્કી કરવામાં આવશે કે આ બાળકનું શું કરવું હાલ તો બાળકને ડોકટરોની ઓબ્જર્વેશન પર રાખવામાં આવી છે. જ્યાં તેની સારવાર બાદ માતા પિતાની જાણ ના મળેતો આશ્રમમાં મોકલવામાં આવશે.