ગાંધીનગરમાં દોડી રહેલી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી,10 બાળકોને ઇજા પહોચી,જુઓ આ વિડીયો….. – GujjuKhabri

ગાંધીનગરમાં દોડી રહેલી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી,10 બાળકોને ઇજા પહોચી,જુઓ આ વિડીયો…..

રાજ્યમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.અકસ્માતના સૌથી મહત્ત્વનાં કારણોમાં ઓવર સ્પીડ, બેફામ ડ્રાઇવિંગ સૌથી વધારે જવાબદાર કારણો તરીકે ઉભરી આવ્યાં છે.ત્યારે આપણા રાજ્યમાં સૌથી વધારે લોકોનાં મૃત્યુ ઓવર સ્પીડમાં થયેલા અકસ્માતોના કારણે થતા હોય છે.હવે ગાંધીનગરમાં એક ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે વિદ્યાર્થીઓને લઈ જતી વાન અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ભયંકર હતો કે વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટી મારી ગઈ હતી.વાનમાં સવાર 10 જેટલા બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.ઘટનાને પગલે આસપાસથી સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને

પોલીસ તથા એમ્બ્યૂલન્સને જાણ કરવામાં આવી હતી.ત્યારે હવે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.સ્કૂલવાનમાં 12 બાળક હતાં.તેમાં એક વિદ્યાર્થીને વધુ ઇજા પહોંચતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.જોકે હાલ અકસ્માત પાછળનું કારણ સામે આવ્યું નથી.ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને બાળકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

અકસ્માતના સમાચાર મળતાં જ વાલીઓ પણ દોડી આવ્યા હતા.સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહ્યુ છે કે સ્કૂલ વાન સર્કલ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે જ પૂરપાટ આવી રહેલી લક્ઝરી બસે તેને ટક્કર મારી અને આને કારણે સ્કૂલ વાન પલટી ખાઇ ગઇ હતી.તમને જણાવી દઈએ કે અકસ્માતના પગલે મેયર હિતેશ મકવાણાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.