ગાંધીનગરના આ કિન્નરે એકપણ સેકન્ડનો વિચાર કર્યા વગર પોતાનો જીવ જોખમમાં મૂકીને એક યુવતીની લાજ લૂંટાતા લૂંટાતા બચાવીને યુવતીનો જીવ બચાવ્યો….. – GujjuKhabri

ગાંધીનગરના આ કિન્નરે એકપણ સેકન્ડનો વિચાર કર્યા વગર પોતાનો જીવ જોખમમાં મૂકીને એક યુવતીની લાજ લૂંટાતા લૂંટાતા બચાવીને યુવતીનો જીવ બચાવ્યો…..

આપણે ઘણા બહાદુર અને હિમતવાન લોકોને જોતા હોઈએ છીએ, હાલમાં એક તેવો જ કિન્નરની બહાદુરીનો કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એક કિન્નરે એક દીકરીને બચાવીને તેને નવું જીવનદાન આપ્યું હતું, તેથી આખા વિસ્તારમાં આ કિન્નરની ખુબજ પ્રશંસા થઇ રહી હતી.

આ કિન્નરનું નામ નૂતન હતું અને તે હાલમાં ગાંધીનગરમાં રહેતી હતી, નૂતને એવું કામ કર્યું હતું કે આજે યુવતીનો પરિવાર તેનો ખુબ જ આભારી થઇ ગયો હતો, નૂતને જણાવતા કહ્યું હતું કે તે શનિવારના દિવસે રાતના સાડા નવ વાગે ગાંધીનગરના ડેપો વિસ્તારથી પસાર થઇ રહી હતી તે સમય દરમિયાન રસ્તાની બાજુમાં આવેલી ઝાડીઓમાંથી એક યુવતીઓ બચાવો બચાવો એવો અવાજ સંભળાયો.

તે જગ્યા પર નૂતને જોયું તો તે જગ્યાએ ખુબજ અંધાળું હતું અને તે જગ્યાએ ખુબજ ઝાડી જાંખરાઓ આવેલા હતા અને તે જગ્યા પરથી એક યુવતીનો બચાવો બચાવ તેવો અવાજ આવી રહ્યો હતો તો નૂતને એકપણ સેકન્ડનો વિચાર કર્યા વગર ત્યાં પહોંચી ગઈ અને ત્યાં જઈને નૂતને જોયું તો ત્રણ યુવકો એક યુવતી સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા.

તે જોઈને નૂતનએ કહ્યું કે મારામાં હિંમત આવી ગઈ અને કઈ પણ વિચાર કર્યા વગર હું યુવતીનો જીવ બચાવવા માટે કૂદી પડી અને યુવતીનો જીવ બચાવી લીધો, ત્યારબાદ તરત જ ઘટનાસ્થળ પર પોલીસ આવી ગઈ અને પોલીસે બધી તપાસ કરીને યુવતીની પુછપરછ કરી તો જાણવા મળ્યું.

આ યુવતી મૂળ વડોદરાની હતી, આ યુવતી કોઈ માટે અહીં આવી હતી અને વડોદરા જવા માટે ડેપોમાં આવી હતી પણ બાથરૂમ જવા માટે રસ્તાની બાજુમાં ગઈ તો તેને યુવકોએ પકડી પણ નૂતને તેની બહાદુરી અને હિંમતથી આ યુવતીનો જીવ બચાવીને તેને નવું જીવનદાન આપ્યું તો દરેક લોકો આજે આ કિન્નરની વાહવાહ બોલાવી રહ્યા હતા.