ગરીબ માટે ક્યાં છે એમ્બ્યુલન્સ સેવા? માતાના મૃત્યુ પછી બંને ભાઈઓ દિલ પર પથ્થર મૂકી માતાના મૃતદેહને ૮૦ કિલોમીટર દૂર બાઇક પર લઈ જવા મજબૂર બન્યા…. – GujjuKhabri

ગરીબ માટે ક્યાં છે એમ્બ્યુલન્સ સેવા? માતાના મૃત્યુ પછી બંને ભાઈઓ દિલ પર પથ્થર મૂકી માતાના મૃતદેહને ૮૦ કિલોમીટર દૂર બાઇક પર લઈ જવા મજબૂર બન્યા….

માનવતાને શરમાવી દે તેવો કિસ્સો હાલ સામે આવ્યો છે. જ્યાં બે દીકરાઓ એટલા લાચાર બની ગયા કે તેમને પોતાની લાચારી જોઈને આંખોમાંથી આંસુ આવી ગયા હતા. આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના શહડોલની છે.જ્યાં એક મહિલાની તબિયત ખુબજ બગડી જતા દીકરાઓ પોતાની માતાને હોસ્પિટલમાં સારવાર કરાવા માટે આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન માતાનું મૃત્યુ થઇ જતા.દીકરાઓ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો.

દીકરાઓ ભારે દિલે પોતાના માતાના મૃતદેહને ઘરે લઇ જવાની તૈયારીઓ કરવા લાગ્યા તેમને હોસ્પિટલ પ્રશાશન પાસેથી માતાના મૃતદેહને લઇ જવા માટે એમ્યુલન્સ માંગી પણ તેમને કોઈએ એમ્યુલસનના આપી. ગણી રાહ જોયા પછી પણ હોસ્પિટલ પ્રશાશન તરફથી કોઈ મદદની જોગવાઈ કરવામાં આવી નહતી.

કારણ કે તેમનું ગામ હોસ્પિટલથી ૮૦ કિલોમીટર દુર હતું. આખરે થાકીને દીકરાઓએ ખાનગી વાહનની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું પણ તેની પણ કોઈએ મદદ ના કરતા દીકરાઓએ થાકી દિલ પણ પથ્થર મૂકી બાઈક પર જ માતાના મૃતદેહને ઘરે લઇ જવાનો નક્કી કર્યું.

અને બંને ભાઈઓએ પાટિયાના સાહરે મૃતદેહને બાઈક પર મુક્યો.બંને ભાઈઓ દિલ પર પથ્થર મૂકીને પોતાના ઘરે છેક ૮૦ કિલોમીટર દૂર લઇ જવા માટે મજબૂર બન્યા હતા. રસ્તામાં જતા લોકોએ આ દ્રશ્ય જોયું તો તે પણ ખુબજ ભાવુક બની ગયા હતા અને કોઈએ આ ઘટનાનો વિડીયો ઉતારી સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તો લોકોએ પણ પોતાનું જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી હતી.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.