ગરીબ પરિવારની આ દીકરીએ મોબાઈલના અજવાળે દિવસ રાત મહેનત કરીને બારમા ધોરણમાં સારા ટકા મેળવીને આખા પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું.
આપણે દેશમાં ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ જે તેમના જીવનમાં સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને આખા પરિવારનું નામ રોશન કરતા હોય છે, દરેક લોકોએ પેલી કહેવતને તો સાંભળી જ હશે કે જે લોકો મહેનત કરે છે તે લોકોને જરૂરથી સફળતા મળતી હોય છે, આજે આપણે એક તેવી જ દીકરી વિષે વાત કરીશું.
આ દીકરી રાજસ્થાનના અલવરમાં રહેતી હતી, આ દીકરીનું નામ રવીના હતું, આ દીકરીએ તેનું આખું જીવન ગરીબીમાં વિતાવ્યું હતું તો પણ તેના જીવનમાં આગળ વધવા માટે આ દીકરીએ કોઈ દિવસ હાર માની ન હતી અને સખત મહેનત સાથે આ દીકરીએ બારમાં ધોરણમાં ૯૩ મોં નંબર મેળવીને આખા દેશમાં પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું હતું.
રવીનાના ઘરની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે ઘરમાં વીજળીનું કનેક્શન પણ ન હતું અને તેના પિતાની છત્રછાયા પણ ન હતી એટલે આ દીકરીએ તેનું આખું જીવન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર કર્યું હતું, આ દીકરી પરિવારની મદદ કરવા માટે દિવસે બકરીઓ ચરાવતી હતી અને રાત્રે મોબાઈલના અજવાળે અભ્યાસ કરીને મહેનત કરી અને આજે સારા ટકા મેળવીને આખા પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું.
રવીનાએ તેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આ સફળતા હાંસિલ કરી હતી, રવીના તેના અભ્યાસની સાથે સાથે તેના નાના ભાઈ બહેનની પણ સાર સંભાળ રાખતી હતી અને રાત્રે ત્રણ કલાક મોબાઈલથી અજવાળું કરીને વાંચતી હતી અને આજે તેની મહેનતથી ૯૩ મોં નંબર મેળવીને આખા દેશમાં તેના પરિવારનું નામ રવીનાએ ગર્વથી રોશન કર્યું હતું.