ગરીબ પરિવારના આ દીકરાએ દિવસ રાત એક કરીને NEET ની પરીક્ષામાં ૭૨૦ માંથી ૬૪૦ માર્ક્સ મેળવીને તળાજા તાલુકામાં પહેલો નંબર મેળવીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું…. – GujjuKhabri

ગરીબ પરિવારના આ દીકરાએ દિવસ રાત એક કરીને NEET ની પરીક્ષામાં ૭૨૦ માંથી ૬૪૦ માર્ક્સ મેળવીને તળાજા તાલુકામાં પહેલો નંબર મેળવીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું….

આપણે ઘણા દીકરા અને દીકરીઓને જોતા હોઈએ છીએ જે પોતાના જીવનમાં આગળ વધીને મોટી સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરીને સફળતા મેળવતા હોય છે અને માતાપિતાનું નામ ગર્વથી રોશન કરતા હોય છે, થોડા દિવસો પહેલા જ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે NEET નું પરિણામ જાહેર થયું હતું, તેમાં ઘણા વિધાર્થીઓએ સારા માર્ક્સ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું હતું.

આજે આપણે એક તેવા જ દીકરા વિષે વાત કરીશું, આ દીકરો તળાજા તાલુકાના ખારડી ગામનો રહેવાસી હતો, આ દીકરાના પિતા બાલાભાઈ કામળિયા જે ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, આ દીકરાનું નામ કાનુ કામળીયા હતું,

કાનુ તળાજાની નિલકંઠ વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો, કાનુએ આજે સખત મહેનત સાથે NEET ની પરીક્ષામાં ૬૪૦ માર્ક્સ મેળવીને તળાજા તાલુકામાં પહેલો નંબર મેળવ્યો હતો.

કાનુની આ સફળતા જોઈને તેના માતાપિતા તેમની ખુશી રોકી જ શક્યા ન હતા, કાનુના માતાપિતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને પોતાના આખા પરિવારની જવાબદારી સંભાળી રહ્યા હતા અને આજે તેમના દીકરાએ મોટી સફળતા મેળવીને આખા પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું હતું, કાનુ ગરીબ પરિવારનો દીકરો હતો.

કાનુ વાડી વિસ્તારમાં પોતાના પરિવારના લોકો સાથે રહેતો હતો, તો પણ કાનુએ પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે NEET ની લેવાયેલી પરીક્ષામાં ૭૨૦ માંથી ૬૪૦ માર્ક્સ મેળવીને આખા તળાજા તાલુકામાં પહેલો નંબર મેળવીને માતાપિતાનું નામ ગર્વથી ઊંચું કર્યું હતું, કાનુએ જણાવતા કહ્યું હતું કે તે તબીબી ક્ષેત્રે સારી ડિગ્રી મેળવીને પોતાના જીવનમાં મોટી સફળતા મેળવીને લોકોની સેવા કરવા ઈચ્છે છે.