ગમે તેવી જામી ગયેલી શરદી, કફ અને ઉધરસને જડમૂળમાંથી ઉખાડીને બહાર કરી દેશે આ એક ઉપાય. – GujjuKhabri

ગમે તેવી જામી ગયેલી શરદી, કફ અને ઉધરસને જડમૂળમાંથી ઉખાડીને બહાર કરી દેશે આ એક ઉપાય.

હાલમાં લોકો બહારનું ખાવાનું વધારે પ્રસન્ન કરતા હોય છે, તેનાથી અલગ અલગ પ્રકારની બીમારીઓ શરીરમાં થતી જોવા મળતી હોય છે. અમુક બીમારીઓ તો એવી હોય છે કે દવા લેવાથી પણ કઈ ફરક પડતો નથી તો તેવી બધી બીમારીઓને દૂર કરવા માટે તમારે ઘરેલુ ઉપાય કરવો જોઈએ.

જો તમારા શરીરમાં તમને શરદીની સમસ્યા રહેતી હોય તેને દૂર કરવા માટે તમારે ડુંગળીનો રસ કાઠીને બે ચમચી પીવામાં આવે તો તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય એટલે તમારા શરીરમાં જે કફ રહેલો હોય તે છૂટો પડીને બહાર નીકળી જાય છે અને જે લોકોને શરીરમાં ગરમીની સમસ્યા હોય તે લોકોને ડુંગળીનો નાસ લેવાથી પણ કફ છૂટો પડીને બહાર નીકળી જતો હોય છે.

જે લોકો અનાનસનો જ્યુસ પીવે છે તે લોકોને છાતીમાં કે ગળામાં જે કફ ચોંટેલો હોય છે તે બહાર નીકળી જતો હોય છે અને તાત્કાલિક રાહત મળતી જોવા મળે છે, અને જો તમે તુલસીના આઠ થી દસ પાના લઈને તેને વાટીને એક ગ્લાસ પાણી લઈને તેમાં નાખીને જ્યાં સુધી અડધું પાણી બળી ના જાય ત્યાં સુધી તેને ઉકાળવું અને તે પાણી પીવામાં આવે તો કફ અને શરદીમાં તરત જ રાહત મળતી જોવા મળે છે.

જે લોકો કાળા મરીને વાટીને તેમાં મધ નાખીને ચાટવાથી પણ ફેફસામાં ચોંટેલો કફ નીકળી જતો હોય છે અને તાત્કાલિક રાહત મળતી જોવા મળે છે. જો તમને કફ સાથે ઉધરસ પણ થઇ હોય તો તેને દૂર કરવા માટે દૂધમાં આદુ ઉકાળીને પીવાથી પણ શરદી મટી જતી હોય છે અને જો તમે દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીતા હોય તો તમારા શરીરમાં કોઈ દિવસ શરદી કે ઉધરસ જેવી બીમારીઓ થતી નથી.