ગમન ભુવાજી તેમના પત્ની સાથે દુબઈમાં મોજ કરી રહ્યા છે, તેઓએ ડેનિમનો શર્ટ પહેરીને ડેઝર્ટ સફારી કરી, જુઓ આ તસવીરો… – GujjuKhabri

ગમન ભુવાજી તેમના પત્ની સાથે દુબઈમાં મોજ કરી રહ્યા છે, તેઓએ ડેનિમનો શર્ટ પહેરીને ડેઝર્ટ સફારી કરી, જુઓ આ તસવીરો…

આપણે બધા જ લોકો જાણીએ છીએ એવી જ રીતે આપણા ગુજરાતની ધરતી પર મોટા મોટા નામવાળા કલાકરો છે અને તેમાંથી એક એવા ગમન ભુવાજી જેઓનું ખુબ જ મોટું નામ છે. ગમન ભુવાજીને ખુબ જ મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ છે.

ગમન ભુવાજી સોશિયલ મીડિયા પર આપણને મોટા ભાગે જોવા મળતા હોય છે અને તેઓ તેમના ચાહક મિત્રોને પળેપળની ખબર પણ આપતા હોય છે.એવી જ રીતે હાલમાં ગમન સાંથલ તેમની પત્ની મિત્તલબેન સાથે દુબઈના પ્રવાસે ગયા છે,

તેઓ દુબઈમાં જુદી જુદી જગ્યાઓ પર જઈને મોજ કરી રહ્યા છે અને તેમાંથી તેઓ ડેઝર્ટ સફારી પણ કરી હતી. તેઓ તેમની દીકરીને પણ તેમની સાથે લઇ ગયા છે અને આ ત્રણેય ત્યાં દુબઈની મઝા માની રહ્યા છે. ગમન ભુવાજીએ ડેનિમનો શર્ટ પણ પહેર્યો હતો.

જયારે મિત્તલબેન અને તેમની દીકરી તેમની સાથે હતી, તેના ફોટાઓ પણ તેઓએ ચાહક મિત્રોને શેર કર્યા હતા. હાલમાં એક પછી એક એમ બધા જ ગુજરાતી કલાકારો દેશ-વિદેશના પ્રવાસે જઈ રહ્યા છે,

જેમાં પહેલા કિંજલ દવે પણ તેમના મંગેતર સાથે ગયા હતા પછી ગીતાબહેન રબારી પણ પૃથ્વી રબારી સાથે અમેરિકાના પ્રવાસે ગયા હતા.આમ બધા જ કલાકારો નવી નવી ટુર કરી રહ્યા છે અને ગમન ભુવાજીએ પણ દુબઈમાં જઈને ખુબ જ મોજ કરીને વટ પણ પડ્યો હતો. હાલમાં તેઓએ કેટલાક ફોટાઓ ચાહક મિત્રોને શેર કર્યા છે,

અને બધા જ ચાહકો પણ ખુશ થઇ ગયા છે. આજે બધા જ કલાકારો ખુબ જ મોજ કરી રહ્યા છે અને જ્યાં ફરવા ગયા હોય ત્યાંના ફોટાઓ મોકલીને બધા જ ચાહક મિત્રોને તેના ફોટાઓ પણ શેર કરી રહ્યા છે.