ગજબની કરી આ વ્યક્તિએ ચોરી,એરપોર્ટ પર છેવટે 3 મણ સોના સાથે જડપાઈ ગયો,લાવ્યો હતો કઈક આવી રીતે સોનું….. – GujjuKhabri

ગજબની કરી આ વ્યક્તિએ ચોરી,એરપોર્ટ પર છેવટે 3 મણ સોના સાથે જડપાઈ ગયો,લાવ્યો હતો કઈક આવી રીતે સોનું…..

કસ્ટમ અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અલગ-અલગ ઓપરેશનમાં રૂ. 32 કરોડની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું હતું.વિભાગ દ્વારા એરપોર્ટ પરથી એક જ દિવસમાં જપ્ત કરવામાં આવેલું આ સૌથી વધુ સોનું છે.એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી.

એક કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સોનાની જપ્તી સાથે બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા સાત મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી.સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ દ્વારા એક જ દિવસમાં જપ્ત કરાયેલી આ સૌથી વધુ રકમ છે.ભારતમાંથી ચાલતા એક આંતરરાષ્ટ્રીય સોનાના વેપારી માટે કામ કરતા હતા.

તેઓ મુખ્યત્વે આફ્રિકન મૂળના દાણચોરો સાથે કામ કરતા હતા. આરોપીઓએ સોનાની દાણચોરી માટે ખાસ પ્રકારના બેલ્ટનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓના શરીર પર બેલ્ટ જોવા મળ્યો હતો જેમાં અલગ અલગ પોકેટ હતા જેમાં સોનાના બિસ્કિટ સંતાડીને લવાયા હતા પરંતુ કસ્ટમ વિભાગની ચકોર નજરમાંથી તે છટકી શક્યા નહોતા.

એ જ રીતે કસ્ટમ અધિકારીઓએ દુબઈથી આવતા ત્રણ મુસાફરો પાસેથી રૂ. 3.88 કરોડની કિંમતનું 8 કિલો સોનું જપ્ત કર્યું હતું.ત્રણેય મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી.સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે ઘટનાના એક અઠવાડિયા પહેલા થયેલી જપ્તીમાં મુંબઈ કસ્ટમ્સે મુંબઈ એરપોર્ટ પરથી રૂ.4 કરોડના યુએસ ડોલર પણ જપ્ત કર્યા હતા.