ખેતરના વીજ કનેક્શન માટે આ ખૂબસૂરત તલાટીએ માગ્યા આટલા બધા રૂપિયા,પછી…. – GujjuKhabri

ખેતરના વીજ કનેક્શન માટે આ ખૂબસૂરત તલાટીએ માગ્યા આટલા બધા રૂપિયા,પછી….

સુરત એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે એક સરકારી અધિકારીને નવી રીતે લાંચ લેતા ઝડપ્યા છે.નર્મદા જિલ્લાના નારખાડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ જમીન માલિક પાસેથી એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે.એસીબીથી બચવા મહિલાએ આંગડિયા મારફત ગાંધીનગરના એક પુરુષને લાંચની રકમ મોકલી હતી.આ અંગેની માહિતી આપતાં જમીન માલિકે સુરત એસીબીમાં છટકું ગોઠવીને લાંચ લેનાર મહિલા અધિકારી અને ખાનગી વ્યક્તિ સામે રંગે હાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

તમને જણાવીએ કે ફરીયાદીની નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે.જે જમીનની દેખરેખ અને જમીનની લાગત આ કામના ફરીયાદી સંભાળે છે.ઉપરોક્ત ખેતીની જમીનમાં ખેતીને લગત બિયારણ,ખાતર વગેરે સરસામાન મૂકવા તેમજ મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવેલી છે.જેમાં વીજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા અરજી કરેલી હતી.

નીતા પટેલે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને મકાન નંબર મેળવવા માટે જમીન માલિક પાસેથી એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી.તલાટી નીતા પટેલે તેના હાથમાંથી લાંચની રકમ લેવાની ના પાડી હતી.તેણે જમીનના માલિકને ગાંધીનગરમાં રહેતા મહેશભાઈ આજોલીયા નામના વ્યક્તિને આંગડિયા મારફત લાંચની રકમ મોકલવાનું કહ્યું હતું.જો કે જમીન માલિક લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એસીબી ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

જમીન માલિકની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ગાંધીનગર આંગડિયામાંથી લાંચની રકમ લેનાર મહેશ આહજોલીયાને રંગે હાથે પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં તેના આધારે નર્મદા જિલ્લાના મહિલા તલાટીની લાંચની માંગણીની સમગ્ર સાંકળનો પર્દાફાશ કર્યો હતો.તમને જણાવીએ કે લાંચના છટકાની કાર્યવાહી દરમિયાન આરોપી નીતા નર્મદા જીલ્લા ખાતેથી તથા આરોપી મહેશ ગાંધીનગર ખાતેથી મળી આવ્યો છે.