ખેડૂતે પોતાની મહેનતથી ૨ કરોડનું ઘર બનાવ્યું અને થોડી જ સમયમાં ત્યાંથી રસ્તો બનતો હોવાથી સપનાનું ઘર તોડવાનો સમય આવ્યો,તો ખેડૂતે દોડાવ્યું એવું ભેજું…… – GujjuKhabri

ખેડૂતે પોતાની મહેનતથી ૨ કરોડનું ઘર બનાવ્યું અને થોડી જ સમયમાં ત્યાંથી રસ્તો બનતો હોવાથી સપનાનું ઘર તોડવાનો સમય આવ્યો,તો ખેડૂતે દોડાવ્યું એવું ભેજું……

આજે અમે તમને એક એવા ખેડૂતની વાત કરવાના છીએ જેમને ખેત મજૂરી કરીને રૂપિયા એક કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો હતો.ત્યારે પંજાબમાં તે એક કરોડ રૂપિયાના બંગલાને તેની જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યો છે.

સંગરૂરના એક ખેડૂત તેમના બે માળના ઘરને તેની જગ્યાએથી ૫૦૦ ફૂટ દૂર ખસેડ્યું છે.જેનું કારણ પણ ખુબજ ચોંકાવનારું છે.તેઓ દિલ્હી અમૃતસર કતાર એક્સપ્રેસ વે ને જગ્યા આપવા માટે તેમના ઘરને ખસેડી રહ્યા છે.

તે ઘર હાઇવે બનાવતી વખતે વચ્ચે આવતું હતું.તેમને સરકાર તરફથી વળતરનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો પરંતુ તેમને તે ઘર તોડવું ન હતું.તે ઘર બનાવા માટે તેમને દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.તે ઘર બનાવામાં બે વર્ષનો સમય પણ લાગ્યો છે.

આ ખેડૂતએ તેમના ઘરનું વળતર મળવા છતાં તેમને તેમના ઘરને ખસેડવાનો નિર્ણય લીધો તે ઘર તે ખેડૂતએ તેમના ખેતરમાં બનાવ્યું હતું.મોહમ્મદ શાહિદની ટીમ તે ઘર ખસેડવાનું કામ કરી રહી છે.તેમને પહેલા પણ આવા મકાન ખસેડવાનું કામ કર્યું છે પરંતુ પહેલા તેમને ૫ થી ૧૦ ફૂટ જ મકાન ખસેડવાનું કામ કર્યું હતું.

આ પહેલીવાર એવું કામ આવ્યું છે કે તે ૫૦૦ ફૂટ દૂર ઘર ખસેડી રહ્યા છે.તેમની જોડે અનુભવ હોવાથી આવા કામ કરતા તેમને કોઈ સમશ્યા આવતી નથી.તે ખેડૂતએ ઘરને લાકડા અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને બાંધ્યું હતું હવે બીજું ઘર બની શકે તેમ નથી તે ઘરનું બાંધકામ ૨૦૧૭ માં શરુ કરવામાં આવ્યું હતું અને ૨૦૧૯ માં બનીને તૈયાર થયું હતું અત્યાર સુધીમાં તે ઘર ૧૫૦ ફૂટ ખસેડી દેવામાં આવ્યું છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.