ખેડામાં ગરબાના સમયે પથ્થર મારો કરનાર આરોપીઓને પોલીસે જડપી પાડ્યા,જાહેરમાં થાંભલા સાથે બાંધીને રાતાચોળ કર્યા…. – GujjuKhabri

ખેડામાં ગરબાના સમયે પથ્થર મારો કરનાર આરોપીઓને પોલીસે જડપી પાડ્યા,જાહેરમાં થાંભલા સાથે બાંધીને રાતાચોળ કર્યા….

તાજેતરમાં નવરાત્રી દરમિયાન ગુજરાતમાં પથ્થરમારો થયાની ઘટના સામે આવી હતી.ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારો થયાનું સામે આવ્યું હતું.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી પથ્થરમારો થવાના કારણે ગરબા રમી રહેલા 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટનાની જાણ થતા જ SP, Dysp અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યો હતો.હાલ ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ પથ્થરમારામાં બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે.જોકે પોલીસે તાત્કલાકિ સક્રિયતા દાખવીને ગણતરીના કલાકોમાં જ 10 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને

ખેડા એલસીબી પીઆઈ એ તેમને જાહેરમાં મેથીપાક આપ્યો હતો.પોલીસે આરોપીઓને ગામમાં લાવીને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો.આ ઘટના બાદ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં પોલીસ આ ઘટનાના આરોપીઓને ગામ વચ્ચેના ચોકમાં વીજળીના થાંભલા સાથે પકડીને લાકડીથી મારી રહી હોવાનું દેખાય છે.

પોલીસનો આ તાપ જોઈ આરોપીઓએ બે હાથ જોડી જાહેરમાં માફી માંગી હતી. પોલીસ આરોપીઓને સબક શિખવાડતા મોટી સંખ્યામાં લોકોનાં ટોળા ઊમટી પડ્યાં હતાં. આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરવામાં આવતા ગ્રામજનોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા.