ખેડાની આ દીકરી શ્રાવણ મહિનો હોવાથી દુકાને કઈંક લેવા માટે ગઈ પણ દીકરી સાથે જે થયું તે જાણીને માતાપિતાની આંખોમાંથી આજે પણ આંસુ સુકાતા નથી…. – GujjuKhabri

ખેડાની આ દીકરી શ્રાવણ મહિનો હોવાથી દુકાને કઈંક લેવા માટે ગઈ પણ દીકરી સાથે જે થયું તે જાણીને માતાપિતાની આંખોમાંથી આજે પણ આંસુ સુકાતા નથી….

રોજબરોજ ઘણી અવનવી ઘટનાઓ બનતી હોય છે, ઘણી ઘટનાઓ તો એવી બનતી હોય છે તે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવી જ ઘટના ખેડાના માતર તાલુકાના ત્રાજ ગામમાંથી સામે આવી હતી, આ ઘટના વિષે જાણીને આખું ગુજરાત ખુબ જ દુઃખી થઇ ગયું હતું, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એકતરફી પ્રેમીએ એક દીકરીની હત્યા કરી દીધી હતી.

આ દીકરી આખા પરિવારની સૌથી લાડકી દીકરી હતી, આ દીકરીના મૃત્યુના આજે આઠ દિવસ થઇ ગયા તો પણ દીકરીના માતા-પિતા દીકરીને યાદ કરીને રડી રહ્યા હતા, આખો પરિવાર દીકરીને યાદ કરીને હજુ રડી રહ્યો હતો, આ દીકરીનું નામ કૃપા હતું, કૃપાના પિતા દિલીપભાઈને ત્રણ બાળકો હતા જેમાં બે દીકરીઓ અને એક દીકરો હતો.

તેથી દિલીપભાઇ પટેલે જણાવતા કહ્યું હતું કે કૃપા શ્રાવણ મહિનો કરતી હતી એટલે તે દિવસે કૃપા ઘરેથી મંદિર જવા નીકળી અને મંદિરમાં મહાદેવજીની આરતી પતાવીને ઘરે આવી અને તેને ઉપવાસ હતો એટલે તે પાછી ફરી દુકાનમાં ફ્રૂટી લેવા ગઈ

તો ત્યાં તેના એકતરફી પ્રેમીએ કૃપાની હત્યા કરી દીધી હતી, ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી. દિલીપ ભાઈએ દુઃખી થઈને કહ્યું હતું કે મારી દીકરી

અને એની ભત્રીજી બંને બાળપણથી સાથે ભણતા હતા એટલે તેના ઘરે મારી દીકરીની અવરજવર રહેતી હતી પણ એક વર્ષથી તેમના ઘરે પણ જવાનું બંધ કરી દીધું હતું તો પણ આજે કૃપાનું તેના એકતરફી પ્રેમીએ હત્યા કરી દીધી તો જાણે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું અને દરેક લોકો દીકરીને યાદ કરીને રડી રહ્યા હતા.