ખેંચ આવતા પરિવાર યુવકને હોસ્પિટલ લઈને ગયો પણ ડોક્ટરની તપાસમાં જે સામે આવ્યું તેને બધા જ લોકોને ચોંકાવી દીધા…
ડોકટરોને ધરતીના ભગવાન કહેવામાં આવે છે. જે વાત આજની કહાની પરથી સાચી સાબિત થઇ જશે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામના જગદીશભાઇની ઉંમર ૪૦ વર્ષ હતી. તમને અચાનક જ ખેંચ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યાં પરિવારના લોકોને તો હતું કે તેમને ખાલી ખેંચની જ બીમારી છે.ડોકટરોએ જયારે તેમની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમના મગજથી નાક સુધી એક ગાંઠ વિકસિત છે. અને તે ખુબજ જીવલેણ છે. આ બીમારી બહુ જ ઓછા લોકોને થાય છે.
દુનિયાના આ જ સુધી આ બીમારી ફક્ત ૩ લોકોને જ થઇ છે. આ દુનિયાનો ત્રીજો કેસ છે. ત્યાર પછી ડોકટરોએ નક્કી કર્યું કે તેમનું ઓપરેશન કરવું પડશે.તો તેમને તરત જ તેમનું ઓપરેશન કર્યું હતું અને તેમનું આ ઓપરેશન કુલ ૧૨ કલાક સુધી ચાલ્યું હતું અને ૧૨ કલાકનું ઓપરેશન કરીને સંપૂર્ણ પણે તેમની ગાંઠ દૂર કરી હતી.
અને તેમને નવું જીવનદાન આપવામાં આવ્યું હતું. તેમને નવું જીવનદાન મળતા તેમના પરિવારના બધા જ લોકો ખુબજ ખુશ થઇ ગયા હતા. તેમની થોડા દિવસ સારવાર ચાલી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
જો તેમની સારવાર ના થઇ હોય તો તેમનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત અને તેમનું મૃત્યુ પણ થઇ શકતું હતું માટે યોગ્ય સમયે તેમની બીમારીની જાણકારી મળી જતા આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ છે. પરિવારે ડોકટરોને પણ ખુબજ અભિનંદન આપ્યા હતા કારણ કે તેમને ૧૨ કલાક ઓપરેશન થીએટર ઉભા રહીને ઓપરેહસન કરીને તેમને નવું જીવનદાન આપ્યું છે.