ખુબ હચચાવી દેતી ઘટના ! અમદાવાદમાંથી જાહેર રસ્તા પર જ વૃદ્ધે ગળાફાંસો ખાયને જીવન ટૂંકાવ્યું, કારણ જાણી તમને આંચકો લાગશે…
રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે.ત્યારે હવે અમદાવાદના નરોડા વિસ્તારથી એક ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર એક 55 વયના વ્યક્તિએ જાહેરમાં જ એક ઝાડ પર લટકીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.આશ્ચર્યની વાત એ છે કે અહીંથી પસાર થતા લોકોએ વૃદ્ધને રોકવાનો કે બચાવવાનો પ્રયત્ન કર્યો ન હતો અને તમાશો જોતા રહ્યા હતા.આ અંગે નરોડા પોલીસે કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ બિહારના અને કામધંધા અર્થે અમદાવાદ આવેલા વિફાઈ નદાકુંએ આર્થિક સંકડામણમાં ઝાડ સાથે લટકીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.તેઓ ચંડોળા તળાવ ખાતે કૌટુંબિક મામાના ઘરે રહેતા હતા.તેમના આ પગલાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
જાણવા મળ્યું છે કે જ્યારે મૃતક આપઘાતના પ્રયાસ કરતા હતા ત્યારે આસપાસના લોકો વિડીયો બનાવી તમાશો જોતા રહ્યા હતા.પરંતુ કોઈએ પણ મૃતકને બચાવવાનો કે રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.મૃતકે આપઘાત કર્યો કે તરત જ રસ્તા પર ઘણું ટ્રાફિક થઇ ગયું હતું.
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે મૃતક આર્થિક સંકડામણમાં હતા.તેઓને બે સંતાન છે.એક દીકરાને ગંભીર બીમારી હોવાથી લાખો રૂપિયાની જરૂર હતી.તેઓ બાળકના ઈલાજ માટે પૈસા એકઠા કરવા માટે પોતાનું વતન છોડી અમદાવાદ આવ્યા હતા.પરંતુ પૈસા એકઠા ન થતા તેઓએ આ પગલું ભર્યું હતું.આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.