ખીજડીયા ગામના આ પરિવારના લોકોના મોરબી દુર્ઘટનામાં મૃત્યુ થઇ જતા આજે માતા દીકરાને યાદ કરીને પોંખ મૂકીને રડી રહી છે….. – GujjuKhabri

ખીજડીયા ગામના આ પરિવારના લોકોના મોરબી દુર્ઘટનામાં મૃત્યુ થઇ જતા આજે માતા દીકરાને યાદ કરીને પોંખ મૂકીને રડી રહી છે…..

થોડા દિવસો પહેલા દિવાળીના દિવસો ચાલી રહ્યા હતા તે સમયે ઘણા દુઃખદ બનાવો પણ બન્યા હતા, ત્યારબાદ મોરબીમાં પણ એક મોટી દુર્ઘટના બની હતી, તેમાં એકસાથે વધારે લોકોના મૃત્યુ પણ થઇ ગયા હતા, દિવાળીના દિવસોમાં મોરબીમાં આવેલો ઝૂલતો બ્રિજ તૂટતાં ઘણા લોકોના મૃત્યુ થઇ જતા આજે ઘણા પરિવારના લોકો નોધારા બની ગયા હતા.

મોરબીના ખીજડિયા ગામમાં રહેતા હિંમતભાઈનો દીકરો ગૌતમ અને તેમની પત્ની અને ચાર દીકરાઓ રવિવારના રોજ મોરબી ઝૂલતા બ્રિજ પર ફરવા ગયા હતા અને ત્યાં ફરતા ફરતા અચાનક જ આ બ્રિજ તૂટી ગયો તો તેમાં ઘણા બધા લોકોના મૃત્યુ થઇ ગયા હતા, આ ઘટના બન્યા બાદ ઘણા બાળકો અનાથ પણ થઇ ગયા હતા.

ત્યારબાદ આ ઘટના વિષે ગૌતમભાઈના પિતા હિમતભાઈનેને ખબર પડી તો જાણે પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું અને પરિવારમાં જાણે અરેરાટી સર્જાઈ ગઈ હોય તેવું દુઃખદ વાતાવરણ થઇ ગયું હતું, ગૌતમભાઈના મૃત્યુ બાદ આજે પણ તેમના માતા પ્રભાબહેન દીકરાને યાદ કરીને ચોધારા આંસુએ રડી રહ્યા હતા.

કમાવનાર દીકરાનું મૃત્યુ થઇ જતા આજે આખા પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું, આ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડતા બધા જ લોકો ખુબ જ દુઃખી થયા હતા અને આ ઘટના બનતા આખું ગુજરાત ખુબ જ દુઃખી થઇ ગયું હતું અને આ ઘટના બન્યા બાદ ઘણા પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો.