ખારોડમાં ૯ માં ધોરણમાં ભણતો દીકરો લેશન કરી સુઈ ગયો અને સવારે તેને જેવી પોતાની આંખો ખોલી કે તેની પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો, પરિવાર ચિંતામાં છે કઈ રીતે દીકરાને બચાવવો… – GujjuKhabri

ખારોડમાં ૯ માં ધોરણમાં ભણતો દીકરો લેશન કરી સુઈ ગયો અને સવારે તેને જેવી પોતાની આંખો ખોલી કે તેની પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો, પરિવાર ચિંતામાં છે કઈ રીતે દીકરાને બચાવવો…

અમુકવાર એવી ઘટનાઓ ઘટી જતી હોય છે કે જેનાથી આખો પરિવાર દુઃખમાં સપડાઈ જતો હોય છે. આવી જ એક ઘટના પાટણથી સામે આવી છે. જ્યાં ૯ માં ધોરણમાં ભણતા દીકરા સાથે થયું એવું કે જેનાથી આખા ગામમાં દુઃખ છવાઈ ગયું.

પરેશજી શ્રવણજી ઠાકોરની ઉંમર માત્ર ૧૪ વર્ષ છે અને તે ૯ નવમાં ધોરણમાં પોતાનો અભ્યાસ કરે છે. તે સરસ્વતી જિલ્લાના ખારોડ ગામનો વતની છે.પરેશના માતા પિતા ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

બે દિવસ પહેલા પરેશ શાળાએ ગયો હતો શાળાએથી ઘરે આવી ને પોતાનું લેશન કર્યું અને પછી જમીને સુઈ ગયો હતો. સવાર પડી તો પરેશે ખાટલા માંથી ઉભા થવાની કોશિહ્સ કરી તો તે ઉભો જ ના થઇ શક્યો આ જોઈને માતા પિતા ચિંતામાં આવી ગયા.

દીકરાને તરત જ હોસ્પિટલમાં લઈને જવામાં આવ્યો. ત્યાં તેને ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની તાપસ કર્યા પછી ડોકટરોએ જણાવ્યું કે તેને જીબીએસ નામની બીમારી થઇ છે.

આ બિમારીમાં શરીરની નસોમાં લોહીનું પરિભ્રમણ કરવાનું બંધ થઇ જાય છે અને વ્યકતિ ચલણ ચલણ કે ચાલી નથી શકતો. ડોકટરે જણાવ્યું કે આ બીમારીની સારવાર ખુબજ ખર્ચાળ છે.

આ બીમારીની સારવારમાં ૮ થી ૯ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે આ વાત સાંભળીને આખો પરિવાર ચિંતામાં આવી ગયો પરિવારને ચિંતા સતાવવા લાગી કે દીકરાની સારવાર માટે આટલા રૂપિયા ક્યાંથી લાવીશું. કારણ કે પરિવારનું ખેતીકામ કરે છે. તેમની પાસે આટલા રૂપિયા ક્યાંથી હોય માટે આખો પરિવાર હાલ ખુબજ ચિંતામાં છે. કે દીકરાનો જીવ કઈ રીતે બચાવીશું.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.