ખારડી ગામના ખેડૂત પુત્રએ NEET ની પરીક્ષામાં ૭૨૦ માંથી ૬૪૦ માર્ક્સ સાથે તાલુકામાં પહેલો ક્રમાંક મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું….
બધા જ બાળકો તેમના જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત કરતા હોય છે અને તેમની મહેનતથી આજે મોટી સિદ્ધિ પણ મેળવતા હોય છે. હાલમાં થોડા દિવસ પહેલા જ NEET ની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે જેમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાની આવડત અને મહેનતથી આજે આ પરીક્ષા પાસ કરીને આગળ વધી રહ્યા છે.
આજે એક એવા જ ખેડૂત પુત્ર વિષે જાણીએ.આ વિદ્યાર્થી ભાવનગરના તળાજાના ખારડી ગામમાં રહેતા બાલાભાઈ જેઓ ખેતી કરે છે અને તેમના દીકરાંને અભ્યાસ કરાવે છે, તેમના દીકરાનું નામ કાનુ છે.
હાલમાં સાયન્સનો અભ્યાસ પૂરો કરીને આગળ મેડિકલ લાઈનમાં પ્રવેશ મેળવવા માટે NEET ૨૦૨૨ ની પરીક્ષા લેવાઈ હતી અને તેનું રિઝલ્ટ પણ હાલમાં થોડા દિવસ પહેલા આવ્યું હતું.
તો કાનુએ હાલમાં ૬૪૦ માર્ક્સ મેળવ્યા હતા અને તળાજા તાલુકામાં પહેલો ક્રમાંક મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું હતું. આમ આ પરિવાર મધ્યમ વર્ગીય પરિવાર છે અને પિતા ખેતી અને પશુપાલન કરીને તેમનું ગુજરાન ચલાવે છે. એવામાં પિતાએ દીકરાને અભ્યાસ કરાવ્યો તો દીકરાએ પણ પિતાની મહેનતને સાચી સાર્થક કરી.
દીકરાએ NEET ની પરીક્ષામાં ૭૨૦ માર્કમાંથી ૬૪૦ માર્ક્સ મેળવીને ઇતિહાસ રચી દીધો સાથે તળાજા તાલુકામાં પણ પહેલો નંબર મેળવીને તેના માતા-પિતાનું નામ રોશન કર્યું હતું. સાથે કાનુ તબીબી ક્ષેત્રે આગળ વધશે અને તેમના પરિવારનું નામ રોશન કરી આગળ વધી લોકોની સેવા કરશે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.