ખરેખર કળિયુગ આવી ગયો,અમદાવાદમા બૈરાના ત્રાસથી પતિએ સાબરમતી નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું….
રાજ્યમાં રોજબરોજ આપઘાતના મામલાઓમાં વધારો થતો જાય છે.આપણે જોઈએ છીએ કે નાનકડા કારણને લઈને પણ લોકો આવડું મોટું પગલું ભરવા તૈયાર થઇ જાય છે.આવામાં આમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી હવે સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે.અવારનવાર એક વ્યકિત સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરે છે.તાજેતરમાં જ એક ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.
જેમાં પત્નીના ત્રાસથી એક યુવકે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો.યુવકે આપઘાત કરતા પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો.જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે તેની પત્નીના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે.સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે હું કંટાળી ગયો છું,સુસાઇડ કરું છું.તેની જવાબદારી મારી પત્નીની રહેશે. આ મામલે પત્ની સામે ફરિયાદ નોંધી સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.વિગતવાર જણાવીએ તો અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા કિરીટ દેવડાના લગ્ન મંજુ રાઠોડ સાથે 2016માં થયા હતા.સમય જતા ઘરે દીકરીનો જન્મ થયો.
પરંતુ મંજુનો સ્વભાવ બદલાવવા લાગ્યો અને તે પતિ સહિતના સાસરિયાં સાથે ઝઘડો કરવા લાગી.મંજુ અવારનવાર રિસાઈને પિયર ચાલી જવાની ધમકી આપતી હતી.મંજુએ એકવાર તો પતિ કિરીટને સાવરણી વડે માર પણ માર્યો હતો.આ બનાવ બાદ પરિવારના દરેક જણે મંજુને સમજાવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તે કોઇની વાત સાંભળવા તૈયાર ન હતી.જેથી કિરીટે સાળાને ફોન કરી મંજુને લઇ જવા કહ્યું હતું.પરંતુ તેણે સવારે લેવા આવીશું તેમ કહ્યું હતું.જેથી બીજા દિવસે કિરીટ પત્નીને પિયર મૂકી આવ્યો હતો.
પરંતુ કિરીટ પાછો ફર્યો ન હતો.બપોરે કિરીટના ભાઇ મનોજ પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કિરીટે નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી છે.ત્યારબાદ પરિવાર રિવરફ્રન્ટ પહોંચ્યો હતો.ફોન ચેક કરતા તેમાં વીડિયો હતો.જેમાં કિરીટે કહ્યું હતું કે હું મારી જિંદગીથી કંટાળી ગયો છું.એટલે સ્યુસાઇડ કરવા જાઉં છું તેની જવાબદાર મારી પત્ની રહેશે.આ વીડિયો બાદ કિરીટના ભાઇએ ભાભી મંજુ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.