ખજૂર ભાઈએ ફરી દાતારી બતાવી, ગાય માતાને ૧૦ લાખ રૂપિયાના કાજુ, બદામ અને કિશમિશ ખવડાવી માનવતા મહેકાવી….. – GujjuKhabri

ખજૂર ભાઈએ ફરી દાતારી બતાવી, ગાય માતાને ૧૦ લાખ રૂપિયાના કાજુ, બદામ અને કિશમિશ ખવડાવી માનવતા મહેકાવી…..

ગુજરાતમાં અનેક ગરીબ લોકો માટે મશિયા બનીને આવેલા ખજૂરભાઈને તમે દરેક લોકો જાણતા જ હસો તે તેમના કાર્યોથી ખુબજ ચર્ચામાં રહેતા હોય છે.જેમને અનેક ગરીબ પરિવારને રહેવા માટે મકાન બનાવી આપ્યા છે.

જેમને અત્યાર સુધીમાં ૨૦૦ થી પણ વધારે મકાન બનાવ્યા છે જયારે અન્ય લોકોને જીવન જરૂરિયાત વસ્તુ પુરી પાડી રહ્યા છે.ત્યારે છેલ્લા બે દિવસથી ખજૂરભાઈનો એક વિડિઓ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે.

જે વિડિઓમાં જોવા મળી રહ્યું છે કે ગાયોને કાજુ બદામ અંજીર અને દ્રાક્ષ ખવડાવ્યા છે.જેમને ટ્રેક્ટર ભરીને ગાયોને ખવડાવ્યા છે.ખજૂરભાઈ માણસોની તો મદદ કરે જ છે પરંતુ પશુ પક્ષીઓની પણ મદદ કરે છે.ખજૂરભાઈ ટ્રેક્ટરની ટોલી ભરીને અનેક ગાયોને કાજુ બદામ ખવડાવીને પુણ્ય મેળવી રહ્યા હતા.

અત્યારના સમયમાં અનેક ગરીબ પરિવાર મોંઘવારી ના કારણે કાજુ બદામ નથી ખાઈ શકતા ત્યારે ખજૂરભાઈ ગાયોને ખવડાવે છે આજે તેમના આવા સેવાના કાર્યોથી ખજૂરભાઈ ખુબજ ફેમસ થઈ ગયા છે ખજૂરભાઈ દિલના દાતાર છે.

જે કોઈનું દુઃખ સહન નથી કરી શકતા જે દરેક જરૂરિયાત લોકોને મદદ કરે છે.ખજૂર ભાઈ અને તેમની ટીમને અનેક લોકો બિરદાવી રહ્યા છે જે કાજુ બદામની કિંમત જાણવા જઈએ તો લાખો રૂપિયાના થાય છે.

ખજૂરભાઈ તેમની ટીમ સાથે અનેક વિડિઓ લઈને સામે આવતા હોય છે જેમાં તેમની સાથે તે પણ જોવા મળતા હોય છે તે મકાન બનાવતા હોય તો જાતે મજૂરી કામ કરતા હોય છે તે ખુબજ નવાઈની વાત છે.