ખજુરભાઈની દાતારીને સલામ છે, ફરી એકવાર ખજુરભાઈએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 2000 ધાબરાઓનું દાન કરીને ભલાઈનું કામ કર્યું… – GujjuKhabri

ખજુરભાઈની દાતારીને સલામ છે, ફરી એકવાર ખજુરભાઈએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 2000 ધાબરાઓનું દાન કરીને ભલાઈનું કામ કર્યું…

આપણે દરેક લોકો ખજુરભાઈને તો ઓળખીયે જ છીએ, ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા બધા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને માનવતાભર્યું કામ કર્યું હતું, ખજુરભાઈએ તેમના ખિસ્સામાંથી ઘણા બધા રૂપિયા વાપરીને તેમાંથી ઘણા બધા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘર બનાવી આપીને માનવતા મહેકાવી હતી.

જે સમયે સૌરાષ્ટ્રની ધરતી પર વાવાઝોડું આવ્યું તે સમય દરમિયાન ખજુરભાઈએ ત્યાં જઈને ઘણા લોકોની મદદ કરી હતી અને વાવાઝોડાના કારણે પડી ગયેલા એકસો એકસઠ કરતા પણ વધારે નવા ઘર બનાવી આપ્યા હતા, ત્યારબાદ હાલમાં પાછાં સૌરાષ્ટ્રની ધરતી પર ગયા હતા અને ફરી એકવાર ખજુરભાઈએ વિસ થી પચીસ નવા ઘર બનાવી આપવાનું કામ શરૂ કર્યું હતું.

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને કડકડતી ઠંડી પણ પડી રહી છે, તેથી ફરી એકવાર ખજુરભાઈએ તેમની દાતારી બતાવી હતી, ખજુરભાઈએ શિયાળામાં પડી રહેલી ઠંડીથી બચવા માટે લોકોને બે હજાર જેટલા ધાબરાઓનું દાન કરીને ભલાઈનું કામ કર્યું હતું. ખજુરભાઈએ અલગ અલગ વિસ્તારોમાં ફરી ફરીને ધાબરાઓનું દાન કરીને માનવતા મહેકાવી હતી.

ખજુરભાઈએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબરાનું દાન કરીને સેવાભર્યું કામ કર્યું હતું, ખજુરભાઈએ ધાબરાનું દાન એટલા માટે કર્યું હતું કારણ કે દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હતું, તેનાથી જે લોકો પાસે ઘર ના હોય તેવા લોકો રસ્તાઓ પર રહેતા હોય છે, તેથી તે લોકો આ કડકડતી ઠંડીથી બચી શકે તે માટે ખજુરભાઈએ ધાબરાનું દાન કર્યું હતું,

જે લોકો શિયાળાની કડકડતી ઠંડીમાં સ્વેટર કે ગરમ કપડાં વગર રહે છે તે લોકોને ખજુરભાઈએ ગરમ વસ્તુનું દાન કરીને ભલાઈનું કામ કર્યું, તેથી ખજુરભાઈનું આ સેવા ભર્યું કામ જોઈને દરેક લોકો ખજુરભાઈના વખાણ કરી રહ્યા હતા.