ખજુરભાઈએ પવિત્ર એવા શ્રાવણ મહિનામાં કેદારનાથ જઈને કર્યું એવું સેવાનું કામ કે આજે દરેક લોકો ખજુરભાઈની વાહ વાહ બોલાવી રહ્યા છે. – GujjuKhabri

ખજુરભાઈએ પવિત્ર એવા શ્રાવણ મહિનામાં કેદારનાથ જઈને કર્યું એવું સેવાનું કામ કે આજે દરેક લોકો ખજુરભાઈની વાહ વાહ બોલાવી રહ્યા છે.

દરેક લોકો આપણા પ્રિય ખજુરભાઈને તો ઓળખીએ જ છીએ, ખજુરભાઈએ અત્યાર સુધી પોતાના ખિસ્સાના કરોડો રૂપિયા વાપરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તેમને નવું જીવન આપ્યું છે, જે સમયે તાઉતે વાવાઝોડું આવ્યું તે સમયે પણ ખજુરભાઈ સૌરાષ્ટ્રના લોકોની મદદ માટે પહોંચી ગયા હતા.

ત્યાંના લોકોની સ્થિતિ વિષે જાણીને ખજુરભાઈએ ત્યાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું હતું અને જે લોકોના વાવાઝોડામાં ઘર પડી ગયા હતા તે લોકોને રહેવા માટે નવા ઘર બનાવી આપીને રહેવા માટે આશરો આપ્યો હતો, ત્યારબાદ જે લોકોને પૂરના કારણે ઘરનો બધો સામાન તણાઈ ગયો હતો તે દરેક લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ લાવી આપીને ખજુરભાઈએ લોકોની મદદ કરી હતી.

હાલમાં ખજુરભાઈ કેદારનાથ તેમની ટિમ સાથે ગયા હતા, ખજુરભાઈ શ્રાવણ મહિનામાં શિવ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા, હાલમાં ખજુરભાઈ કેદારનાથના ધામમાં અનોખી સેવા કરી રહ્યા હતા, ખજુરભાઈ કેદારનાથમાં પોઠીયાને સ્નાન કરાવતા પણ જોવા મળ્યા હતા તે વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખજુરભાઈએ શેર કર્યો હતો.

ખજુરભાઈને લોકોની સેવાની સાથે સાથે પ્રાણીઓની પણ સેવા કરવાની શરૂ કરી હતી અને ખજુરભાઈમાં પ્રાણી પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળ્યો હતો, ખજુરભાઈ બાબાના ધામમાં ખચ્ચરને ગોળ ખવડાવતા પણ જોવા મળ્યા હતાઅને કુતરાઓને પણ ખજુરભાઈ દૂધ પીવડાવતા જોવા મળ્યા હતા, આથી ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા લોકોની સેવા કરીને માનવતા મહેકાવી છે તેથી દરેક લોકો ખજુરભાઈની દરિયાદિલીને સલામ કરે છે.