ખંભાળિયાના આ યુવકના મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાં ૫ લાખ રૂપિયા જમા થયા છે પછી આ યુવકે તે રૂપિયાનું જે કર્યું તે કોઈને માનવામાં આવે એવું નહતું… – GujjuKhabri

ખંભાળિયાના આ યુવકના મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાં ૫ લાખ રૂપિયા જમા થયા છે પછી આ યુવકે તે રૂપિયાનું જે કર્યું તે કોઈને માનવામાં આવે એવું નહતું…

આજના જમાનામાં લોકો પૈસા માટે સબંધો ભૂલી જાય છે પણ અમુકવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેણે જાણીને આપણે પણ લાગે કે આજે પણ લોકોમાં માનવતા અને ઈમાનદારી જીવિત છે. આવી જ એક ઘટના હાલ ખંભાળિયાથી સામે આવી છે.

જયા એક યુવકે ઈમાનદારીનું એવું ઉદાહરણ આપ્યું કે આજે દરેક જગ્યાએ તેની જ ચર્ચા થઇ રહી છે. આ યુવકનું નામ ભાવિન ભાઈ છે અને તે ખંભાળીયાના હરસિધ્ધિનગરમાં રહે છે

ભાવિન ભાઈના ફોનમાં અચાનકથી મેસેજ આવ્યો કે તેમના બેન્કના ખાતામાં ૫ લાખ રૂપિયા જમા થયા છે. આ મેસેજ જોઈને તેમને ખુબજ આશ્ચર્ય થયું. તેમને તપાસ કરતા જાણવા મળ્યું કે તેમને આ પૈસા કોઈ વેપારીએ ભૂલથી મોકલાવી દીધા છે. તો તેમને નક્કી કર્યું કે તે આ રૂપિયા તે વેપારીને પાછા આપી દેશે.

જો તેમની જગ્યાએ જો બીજો કોઈ વ્યક્તિ હોત તો તેના મનમાં લાલચ જાગી ગઈ હોત પણ ભાવિન ભાઈના મનમાં એવી કોઈ લાલચ ના જાગી અને તેમને ઈમાનદારી બતાવી તે પૈસા વેપારીને પરત કરવાના નક્કી કર્યા. અને તેમને તે વેપારીનો સંપર્ક કરીને ૫ લાખ રૂપિયા પરત કરતા તે વેપારી ખુબજ ખુશ થઇ ગયો હતો.

તે વેપારીએ ભાવિન ભાઈનો ખુબજ મોટો આભાર માન્યો હતો. કારણ કે આજના જમાનામાં આવા લોકો ખુબજ ઓછા જોવા મળે છે. ભાવિન ભાઈએ જે ઈમાનદારી બતાવી એનાથી તેમના પરિવારના લોકોએ અને તેમના મિત્ર મંડળના લોકોએ તેમની ખૂબજ પ્રશંશા કરી હતી.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.