ક્યારે જાગશે તંત્ર? અમદાવાદમાં નરોડામાં ગાયે બાઈક સવારને અડફેટે લેતા યુવકએ હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ,ઘરમાં દુ:ખના પહાડી તૂટી પડ્યા… – GujjuKhabri

ક્યારે જાગશે તંત્ર? અમદાવાદમાં નરોડામાં ગાયે બાઈક સવારને અડફેટે લેતા યુવકએ હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ,ઘરમાં દુ:ખના પહાડી તૂટી પડ્યા…

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોમાં વધારો થતો જાય છે.ઘણા અકસ્માત પુરપાટ ઝડપ હોવાથી તો ઘણા અકસ્માત ટ્રાફિકના નિયમો ઉલંઘન કરવાથી થતા હોય છે.સાથે સાથે રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ પણ વધી રહ્યો છે.રખડતાં ઢોરની હડફેટે આવવાથી અસંખ્ય લોકોને ઈજાઓ થવાની ઘટનાઓ બની હોવા છતાં પણ રખડતાં ઢોરને પકડવા પાલીકાનું તંત્ર હજી ટેન્ડર પ્રક્રીયા પર જ થોભી ગઈ છે.

તાજેતરમાં જ અમદાવાદના નરોડામાં રખડતાં ઢોરે વધુ એક યુવકનો જીવ લીધો છે.જેમાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.લોકોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.સુત્રો મુજબ જાણવા મળ્યું છે કે યુવકનું નામ ભાવિન પટેલ છે.ડોકટરો ભાવિનનો જીવ બચાવી શક્યા ન હતા.

તમને જણાવીએ કે ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું હોવાનું તબીબી રિપોર્ટમાં સામે આવ્યું હતું.ભાવિન પટેલનો અકસ્માતમાં જીવ જતા લોકોમાં ભારે રોષનો માહોલ છે.તમને જણાવીએ કે AMCની બેદરકારીના કારણે આશાસ્પદ યુવકનું મોત થતા ભાવિન પટેલના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભાવિન પટેલ બે નાની દીકરી અને પત્ની સાથે નરોડા વિસ્તારમાં રહેતો હતો.ભાવિન પરિવારનો એકમાત્ર આવકનો સ્ત્રોત હતો.પરિવારે AMCના જવાબદારો સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માગ કરી છે.સાથે સાથે મોત બાદ પણ જીવિત રહેવા ભાવિન પટેલના અંગોનું દાન કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે.

ભાવિનનું આ રીતે અચાનક નિધન થવાના કારણે પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે.ભાવિનને બે નાની દીકરીઓ પણ છે.ત્યારે પતિના મોતનો આઘાત પત્ની પણ સહન કરી શકી નથી અને તે કંઇ બોલવાની સ્થિતિમાં પણ નથી.