કોણ છે આ 60 વર્ષના દાદી,જેઓના સામે ગરબા રમવા યુવાનો પણ ફાંફા મારે છે…જાણો કોણ છે દાદી અને કેવું છે તેમનું જીવન….
નવરાત્રિ શરૂ થતાં જ લોકો ગરબા કરવા માટે ઝનૂની બની જાય છે.ગુજરાતનું પ્રખ્યાત નૃત્ય ‘ગરબા’ લોકોને ઉત્સાહથી ભરી દે છે અને નૃત્ય કરતી વખતે એક અલગ જ ઉર્જા જોવા મળે છે.ઘણી વખત આપણે યુવાનોને જોશ અને ઉત્સાહ સાથે ગરબા કરતા જોયા છે.જો કે બાળકો અને વૃદ્ધો પણ ગરબા કરવાનું પસંદ કરે છે.2017માં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો.
તમને જણાવી દઈએ કે નવરાત્રિ દરમિયાન દાદીનો એક વીડિયો વાયરલ થયો હતો.જેમાં દાદીએ ગરબાના એક કાર્યક્રમમાં લોકો વચ્ચે એવા ગરબા કર્યા હતા કે લોકો જોતા જ રહી ગયા.તે ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર ખૂબ જ લોકપ્રિય બન્યા હતા.ફરી એકવાર તેમણે ગરબા પરફોર્મ કરીને લોકોને ચોંકાવી દીધા છે.તેમનો ડાન્સ પરફોર્મન્સ લોકોથી ઘણું અલગ છે.
હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.ગરબાવાળાં બા’નો જુસ્સો આજે પણ એમને એમ છે. તમને જાણીને આશ્ચય થશે કે, 66 વર્ષના ગરબાવાળા બા એટલે કે રસિલાબેન મધ્યમ વર્ગીય છે અને તેઓ મુંબઈના કાંદિવલી ખાતે આવેલા મોહનનગરમાં રહે છે. તેઓ લોકોના ઘરે રસોઈ બનાવીને ગુજરાન ચલાવે છે.
આર્થિક રીતે પગભર થવા કામ કરવાની સાથે ગરબા રમી પોતાનો શોખ પણ પૂરો કરે છે અને તેમને બાળપણથી જ ગરબા રમવાનો ખુબ શોખ છે.વર્ષ 2017માં તેમનો વીડિયો વાયરલ થયો અને ત્યારબાદ રાતોરાત લાઈમ લાઈટમાં આવ્યા અને પછી તો ટીવી જગતમાં પણ તેઓ લોકપ્રીય બની ગયા છે.ટાટા કંપનિએ તેમને આમંત્રણ આપ્યુ હતું.
વર્ષ 2018માં ફાલ્ગુની પાઠકે એવોર્ડ આપેલ અને ગરબા રોકાવીને 10 મિનિટ માટે તેમની સાથે વાત કરી હતી.પછી ગરબાનો બીજો રાઉન્ડ ચાલુ કર્યો હતો.રસીલા બહેન પોતાની સાદગીના કારણે ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ સાડીમાં જ ગરબા રમતા જોવા મળે છે.તેઓ માને છે કે ઠાકોરજીની કૃપાથી જ ગરબા રમું છું.