કેશોદનો આ યુવક ઇન્ટરવ્યૂ આપવા માટે અમદાવાદ આવ્યો હતો અને ઘરે પરત જતી વખતે રસ્તામાં થયું એવું કે દીકરાનું ભણવાનું સપનું હંમેશા માટે અધૂરું રહી ગયું. – GujjuKhabri

કેશોદનો આ યુવક ઇન્ટરવ્યૂ આપવા માટે અમદાવાદ આવ્યો હતો અને ઘરે પરત જતી વખતે રસ્તામાં થયું એવું કે દીકરાનું ભણવાનું સપનું હંમેશા માટે અધૂરું રહી ગયું.

હાલના ચાલી રહેલા સમયમાં ઘણા અવનવા બનાવો બનતા હોય છે, ઘણા બનાવો એવા બનતા જોય છે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો માળિયામાં આવેલા રેલવે સ્ટેશને પરથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતી વેળાએ એક યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયાનો બનાવ સામે આવ્યો હતો.

આ ઘટના બન્યા બાદ આખા પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું, આ ઘટના વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે માળિયાના જુથળ ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ખાનપરા હાલમાં કેશોદ રહેતા હતા અને તેમનો દીકરો હિમાંશુ અમદાવાદ અભ્યાસ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો.

તેથી સોમવારના રોજ કેશોદ આવવા માટે અમદાવાદ- સોમનાથ મેલમાં બેઠો હતો અને અચાનક જ હિમાંશુને ઉંઘ આવી ગઈ એટલે કેશોદ રેલવે સ્ટેશનથી આગળ ટ્રેન નિકળી ગઈ અને જયારે હિમાંશુની ઊંઘ ઉડી ગઈ એટલે તેને ખબર પડી તો તરત જ હિમાંશુએ તેના પિતાને ફોન કર્યો અને કહ્યું કે કેશોદથી ટ્રેન આગળ નિકળી ગઈ છે. તેથી હું માળિયા ઉતરી જઈશ અને ત્યાંથી કેશોદ આવી જઈશ.

ત્યારબાદ માળિયા સ્ટેશન પર હિમાંશુ પહોંચ્યો તે સમયે સોમનાથ- રાજકોટ લોકલ ટ્રેન પણ માળિયા સ્ટેશન પર પડી હતી એટલે સામેની ટ્રેનમાં બેસવા માટે હિમાશુંએ ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો પણ હિમાંશુ નીચે પડી ગયો

એટલે હિમાંશુને ગંભીર ઈજાઓ પહોંચી એટલે ઘટનાસ્થળે જ હિમાંશુનું મૃત્યુ થઇ ગયું હતું. આ બનાવની જાણ મનસુખભાઈને અને તેમના પરિવારના લોકોને થઇ તો આખા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *