કેશોદના આ ખેડૂત પોતાની વાડીએ મોટર ચાલુ કરવા ગયા અને જેવી સ્વીચ પાડી અને જે થયું તે… – GujjuKhabri

કેશોદના આ ખેડૂત પોતાની વાડીએ મોટર ચાલુ કરવા ગયા અને જેવી સ્વીચ પાડી અને જે થયું તે…

રોજબરોજ ઘણા અવનવા કિસ્સાઓ બનતા હોય છે, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે તે સાંભળીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો કેશોદના ડેરવાણ ગામમાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે વાડિયે મોટર ચાલું કરવા જતાં એક યુવકને વીજ કરંટ લાગવાથી મૃત્યુ થઇ ગયું હતું.

આ યુવકને જે સમયે વીજ કરંટ લાગ્યો તે સમયે ખાનગી વાહન દ્વારા યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પણ ડોક્ટરએ તપાસ કરતાંની સાથે જ યુવકને મૃત જાહેર કર્યા હતા, આ બનાવ અંગે વધારે જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે કેશોદનાં ડેરવાણ ગામમાં રહેતા લખમણભાઈ ધૂળા પોતાની વાડિયે ઈલેક્ટ્રીક મોટર ચાલું કરવા ગયા હતા.

ત્યાં અચાનક જ લખમણભાઈને વીજ કરંટ લાગ્યો તો તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ઘટનાની જાણ પરિવારના લોકોને થઇ એટલે તાત્કાલિક જ પરિવારના લોકો લખમણભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલ માં લઇ ગયા પણ ત્યાં ડોકટરે લખમણભાઈને મૃત જાહેર કર્યા હતા, લખમણભાઈના મૃત્યુ બાદ આખા પરિવારમાં જાણે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.

લખમણભાઈના મૃત્યુ બાદ પરિવાર પર દુઃખના પહાડો તૂટી પડ્યા હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું અને પરિવારના દરેક લોકો લખમણભાઈને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા, ત્યારબાદ કેશોદના અમૃતનગર વિસ્તારમાં પણ ધાબા પરથી નીચે ઉતરતાં સીડી પર અચાનક જ પગ લપસી જતાં એક પ્રૌઢનું ઘટનાસ્થળે મૃત્યુ થઇ જવાથી તે પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો.