કેવડિયામાં બન્યું આલિશાન કમલમ ફ્રુટ પાર્ક, Photos જોઈને અભિભૂત થઈ જશો – GujjuKhabri

કેવડિયામાં બન્યું આલિશાન કમલમ ફ્રુટ પાર્ક, Photos જોઈને અભિભૂત થઈ જશો

દેશ અને દુનિયામાં ડ્રેગન ફ્રૂટના નામથી જાણીતું ફળ ગુજરાતમાં કમલમ ફ્રૂટ તરીકે ઓળખાય છે.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાય છે.તેથી આ ફ્રૂટનું નામ સંસ્કૃત શબ્દ કમલમ્ પરથી રાખવામાં આવ્યુ છે.હાલ સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ગુજરાતના કચ્છ,દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટા પાયે આની ખેતી કરી રહ્યા છે.ગુજરાત સરકારનું માનવું છે કે ફ્રૂટમાં ડ્રેગન શબ્દનો ઉપયોગ ન થવો જોઈએ.આ કારણે તેનું નામ ગુજરાતમાં કમલમ્ કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના રેડિયો સંબોધનમાં ડ્રેગન ફ્રૂટનો ઉલ્લેખ કરી ચુક્યા છે.ગુજરાતમાં ભાજપની ઓફિસનું નામ પણ કમલમ્ છે.

નર્મદાના કેવડિયા ખાતે 2018 થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લું મૂકાયા બાદ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુની સાથે બીજા 17 પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા છે.તેમાં કેવડિયામાં હવે આલિશાન કમલમ ફ્રુટ પાર્ક બનાવાયું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કેવડિયામાં મિયાવાકી ફોરેસ્ટ ગાર્ડન,ભૂલભાલૈયા પાર્ક અને કમલમ પાર્ક (ડ્રેગન) નું લોકાર્પણ કર્યું હતું.

તમને જણાવીએ કે આ કમલમ ફ્રૂટ પાર્ક સ્ટેચ્યુ પાસે બનાવવામાં આવ્યું છે.જેમાં કમલમ ફ્રૂટ કેવી રીતે ઉછેરવામાં આવે છે અને તેના ફાયદા શું છે તે અંગેની તમામ માહિતી અપાશે.સાથે અહીં આવતા પ્રવાસીઓ સાથે નાના બાળકો પણ આ પાર્કમાં રમી શકશે અને તમામ પ્રકારની જાણકારી મેળવી શકશે કેવું કમલમ પાર્ક બનાવવામાં આવ્યું છે.