કૂતરાનો જીવ બચાવનાર આ ત્રણ બાળકોની બહાદુરીને સૌ કરી રહ્યા છે સલામ,જુઓ ચોંકાવનારો વીડિયો – GujjuKhabri

કૂતરાનો જીવ બચાવનાર આ ત્રણ બાળકોની બહાદુરીને સૌ કરી રહ્યા છે સલામ,જુઓ ચોંકાવનારો વીડિયો

પોતાના પાલતુ જાનવરનો જીવ જોખમમાં જોયા પછી દરેક તેને બચાવવા માટે આગળ આવશે.ભલે પછી ખતરનાક જીવો સાથે લડવાનું જ કેમ ન હોય.આવો જ એક કિસ્સો ત્રણ બહાદુર બાળકોનો સામે આવ્યો છે.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.પોતાના પાલતુ કૂતરાનો જીવ બચાવવા ત્રણેય બાળકો એક મોટા અજગર સાથે લડ્યા હતા.

દુનિયાભરમાં આવા ઘણા ઉદાહરણો જોવા મળશે.જ્યારે લોકો પોતાના પ્રિય પાલતુને બચાવવા માટે કંઈ પણ કરે છે.પરંતુ અહીં ત્રણ નાના બાળકોનો કિસ્સો છે.અહીં જોઈ શકાય છે કે તેમણે પાલતુ કૂતરાને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો અને અંતે બહાદુરીપૂર્વક અજગર સામે લડીને કૂતરાને બચાવ્યો હતો.આ ભયાનક વીડિયો ક્લિપમાં ત્રણેય બાળકો જંગલમાં એક વિશાળ અજગર સાથે લડતા અને તેના કબજામાંથી કૂતરાને છોડાવતા જોઈ શકાય છે.

આ વીડિયો જૂનો છે અને કદાચ ઓરિજિનલ વીડિયો ઓક્ટોબર 2018માં આવ્યો હતો.પરંતુ આ વખતે તે ફરી એક વાર અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.યુટ્યુબ પર પોસ્ટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં બે લાખ 33 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ ટૂંકી ક્લિપમાં ત્રણ બહાદુર બાળકો એક વિશાળ અજગર સામે લડતા જોઈ શકાય છે.આ અજગરે તેના પાલતુ કૂતરાને ચારે બાજુ લપેટી લીધો હતો.તેમણે અજગરને ભગાડવા માટે લાકડીઓ અને ડંડાઓનો પણ ઉપયોગ કર્યો.પરંતુ જ્યારે તે ન છોડી શકાયા ત્યારે બાળકોએ બહાદુરી બતાવીને તેમના હાથ વડે તેની પકડ ઢીલી કરવાનું શરૂ કર્યું.

આ પોસ્ટમાં ઘણા યુઝર્સે બાળકોના વખાણ કર્યા અને તેમને બહાદુરીનું ઉદાહરણ આપ્યું.એક યુઝરે લખ્યું, “આ બાળકોએ હિંમત બતાવી.જેનાથી કૂતરાની જિંદગી બચી ગઈ.”અન્ય એક યુઝરે લખ્યું આ બાળકોની હિંમતને સલામ.અન્ય એક યુઝરે લખ્યું કે “આ બહાદુર બાળકોએ તેમના મિત્રને બચાવવા માટે સખત સંઘર્ષ કર્યો.

અમને તેમના પર ગર્વ છે.હાલમાં જ અમેરિકાના એક કૂતરાનો ફોટો વાયરલ થયો હતો.જેમાં કોઈએ આર્થર નામના કૂતરાને માથામાં ગોળી મારીને તેને મરવા માટે છોડી દીધો હતો.જો કે કેટલાક લોકોએ દયા બતાવી અને કૂતરાને હોસ્પિટલ લઈ ગયા.જ્યાં સખત મહેનત બાદ તેનો જીવ બચાવી શકાયો.