કૂતરાને રોટલી આપતો પરિવાર ભાડાનું મકાન બદલીને સામાન સાથે ઈ-રિક્ષામાં નવા ઘરે જતો હતો તો એક કૂતરો તેમની પાછળ પાછળ ૫ કિલોમીટર સુધી દોડીને ગયો અને વફાદારીનો દાખલો કાયમ કર્યો. – GujjuKhabri

કૂતરાને રોટલી આપતો પરિવાર ભાડાનું મકાન બદલીને સામાન સાથે ઈ-રિક્ષામાં નવા ઘરે જતો હતો તો એક કૂતરો તેમની પાછળ પાછળ ૫ કિલોમીટર સુધી દોડીને ગયો અને વફાદારીનો દાખલો કાયમ કર્યો.

આપણી માટે જેટલા પરિવારના કે સબંધીઓ વફાદાર નથી હોતા એટલા કૂતરો વફાદાર હોય છે, આપણને આવા ઘણા કિસ્સાઓ વિષે જોવા અને સાંભળવા પણ મળતું જ હોય છે. હાલમાં ફરી એક વખતે કૂતરાની વફાદારી અને ઇમાનદારીનો કિસ્સો જોવા મળ્યો છે જેમાં એક મકાન માલિક તેમની ઘર બદલતા હતા અને સામાન લઈને ઈ રિક્ષામાં જતા હતા તો એક કૂતરો તેમની પાછળ ૫ કિલોમીટર સુધી દોડતો રહ્યો હતો.

આ વફાદારીનો કિસ્સો ઉત્તર પ્રદેશના આગ્રામાંથી સામે આવ્યો છે અને અહીંયા આ શેરીના કૂતરાએ તેની વફાદારી બતાવીને બધા જ લોકોને વિચારતા કરી દીધા હતા. આગ્રાના જગદીશપુરાના મારુતિ સ્ટેટ ઈન્ટરસેક્શન પાસે રહેતો એક પરિવાર જે ભાડાના મકાનમાંથી બીજા ભાડાના મકાનમાં જતો હતો એ સમયે સામાન સાથે આ પરિવાર ઈરિક્ષામાં જતો હતો.

ત્યારે અહીંયા રહેતી વખતે એક કૂતરો રોજ રોટલી ખાવા માટે આવતો હતો અને આ પરિવાર તેને રોટલી ખવડાવતો હતો. જયારે આ પરિવાર ઈ રીક્ષામાં બેસીને બીજે ઘરે જતા હતા એ સમયે કૂતરો ૫ કિલોમીટર સુધી રીક્ષા પાછળ દોડતો રહ્યો હતો અને આ પરિવાર જ્યાં રહેવા માટે ગયો ત્યાં ગયો હતો અને કૂતરાએ વફાદારીનો એક દાખલો બેસાડ્યો હતો.

આ પરિવારે લોહામંડીમાં ભાડા પર બીજું મકાન લીધું હતું અને એ સમયે આ કૂતરો સાથે ૫ કિલોમીટર દોડતો ગયો હતો. ત્યારબાદ પરિવાર નવા મકાને ગયો અને ત્યાં પહોંચતા જ કૂતરો પણ પહોંચ્યો હતો અને પછી કૂતરાની વફાદારી જોઈને આ પરિવારનું હૈયું ભરાઈ આવ્યું હતું અને કૂતરાને તેમની સાથે રાખી લીધો હતો, આમ કૂતરાએ મોટી વફાદારીનો દાખલો કાયમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *