કુતિયાણાનાં ગઢને જીતવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખુરશી પર કબજો કરવા ખરાખરીનો જંગ….. – GujjuKhabri

કુતિયાણાનાં ગઢને જીતવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખુરશી પર કબજો કરવા ખરાખરીનો જંગ…..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે.ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે દરેક રાજકીય પક્ષોએ પ્રચાર શરુ કરી દીધો છે.ત્યારે વર્ષોથી ગુજરાતના રાજકારણમાં જે બેઠકની ચર્ચા કેન્દ્રસ્થાને રહી હોય તેવી કુતિયાણાની ખુરશી પર કબજો કરવા ખરાખરીનો જંગ જામ્યો છે.

કુતિયાણાની ખુરશી પર કબજો કરવા માટે ત્રણ-ત્રણ મેર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.આ વખતે BJPએ કાંધલ જાડેજાને કુતિયાણાના કિંગ બનતાં રોકવા માટે મહિલા ઉમેદવાર એવાં ઢેલીબેન ઓડેદરાને મેદાને ઉતાર્યા છે.આ બેઠક પર સતત બે ટર્મથી પૂર્વ NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે.જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરાને ટિકિટ આપી છે.

આ વખતે ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે.તેમના વિશે જણાવીએ તો તેમનો જન્મ તારીખ 01 મે,1963ના રોજ કુતિયાણા તાલુકાના કોટડા ગામે થયો હતો.તેમની પાસે 3.02 કરોડ રૂપિયાની સંપત્તિ છે.તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.આ ઉપરાંત તેમની સામે એકપણ ગુનો નોંધાયેલો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઢેલીબેન ઓડેદરા કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલાં છે.કુતિયાણાના કુરુક્ષેત્રમાં 32 વર્ષ બાદ પહેલીવાર મહિલા ઉમેદવાર ઉતર્યાં છે. ઢેલીબેન પહેલાં 1990માં ‘ગૉડમધર’ સંતોકબેન જાડેજા અપક્ષમાં ચૂંટણી લડી ધારાસભ્ય બન્યાં હતાં. માત્ર એટલું જ નહીં, ભાજપના ઢેલીબેન અને અપક્ષ ઉમેદવાર કાંધલ તો ફૂઈ-ભત્રીજો છે.