કુંતેજ ગામમાં આવેલા સાસુ-વહુના તળાવમાં ૨૦ વર્ષની યુવતીએ ઝંપલાવીને મોતને વહાલું કરતા ગામમાં અરેરાટી સર્જાઈ ગઈ… – GujjuKhabri

કુંતેજ ગામમાં આવેલા સાસુ-વહુના તળાવમાં ૨૦ વર્ષની યુવતીએ ઝંપલાવીને મોતને વહાલું કરતા ગામમાં અરેરાટી સર્જાઈ ગઈ…

નાની નાની વાતોમાં આજે લોકોની સહન શક્તિ ઓછી થઇ ગઈ છે અને નાની નાની વાતે ગુસ્સે થઈને લોકો તેમનું અમૂલ્ય જીવન ટૂંકાવી દેતા હોય છે. હાલમાં લોકો તેમનું જીવન ટૂંકાવી દેતા હોય છે એવા બનાવો અને કોઈની પણ ગુસ્સે થઇને હત્યા કરી દેતા હોય એવા બનાવો રોજે રોજ બને છે.

હાલમાં એક યુવતીએ તેનું જીવન તળાવમાં ઝંપલાવીને ટૂંકાવ્યું છે.આ કિસ્સો વલસાડના પારડી તાલુકામાં આવેલા કુંતેજ ગામમાં બન્યો હતો. આ ગામમાં એક તળાવ આવેલું છે જેનું નામ સાસુ-વહુ છે.

અહીંયા વલસાડના દુલસાડ ગામમાં રહેતી ૨૦ વર્ષની નીતાબેન મોહનભાઈ પટેલ જેઓ હાલમાં આ તળાવ પાસે આવ્યા હતા અને અચાનક જ તે તળાવમાં ઉતરી પડી હતી અને તે ડૂબવા લાગી હતી. એ સમયે ત્યાં કોઈ વ્યક્તિ ઉભો હતો અને તે જોઈને આ યુવતીને બચાવવા માટે બૂમો પાડી હતી.

એ સમયે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને ત્યારે તરવૈયાઓએ આવીને બે કલાક સુધી મહેનત કરીને આ યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે પણ આગળની તપાસ ચાલુ કરી હતી અને આ ઘટના શા માટે થઇ તે દિશામાં તપાસ પણ ચાલુ કરી હતી.

આ યુવતીએ આવીને સીધી તળાવમાં ઝંપલાવી દેતા ગામમાં ચકચાર મચી ગયો હતો.આ યુવતીના પરિવારના લોકોને જયારે આ ઘટના વિષે જાણ થઇ તો આખા પરિવારમા દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. સાથે જ બીજા ગામની યુવતીએ આ ગામમાં આવીને ગામના તળાવમાં તેનું જીવન ટૂંકાવી લેતા કુંતેજ ગામમાં પણ અરેરાટીનો માહોલ બની ગયો છે.