કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં જઈને દેશભક્તિના ગીતો ગાઈને આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરી.
દેશમાં આઝાદીના ૭૫ વર્ષ પુરા થયાની આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, દેશના દરેક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેની સાથે સાથે વિદેશમાં રહેતા લોકો પણ આઝાદી કા અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા હતા, ગુજરાતના જાણીતા એવા લોકગાયક કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં જઈને દેશભક્તિના ગીતોની ભવ્ય રમઝટ બોલાવી હતી.
કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં જઈને ગુજરાતી ગરબાની એવી રમઝટ બોલાવી હતી કે દરેક લોકોએ ખુશ થઈને ગરબા રમ્યા હતા, ઓસ્ટ્રેલિયામાં પણ આઝાદી કા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, કિર્તીદાન ગઢવીએ દેશભક્તિના ગીતો ગાઈને ગુજરાતી લોકોને ખુબ જ ખુશ કરી દીધા હતા અને તિરંગો લહેરાવીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.
કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં જઈને દિલ દિયા હૈ, જાન ભી દેંગે, યે વતન તેરે લીયે, યે દેશ હૈ વીર જવાનો કા તેવા અનેક પ્રકારના દેશભક્તિ ગીતો ગાઈને ગુજરાતીઓને ગરબે ઘુમાવ્યા હતા, કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં પ્રિ-નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ આઝાદી કા અમૃત મહોત્સવથી શરૂ કર્યો હતો.
કિર્તીદાન ગઢવીના સૂર સાથે દરેક લોકો વતનપ્રેમ અને દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયા હતા, કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં જઈને દેશ ભક્તિ ગીતો ગાઈને એવી ભવ્ય રમઝટ બોલાવી હતી કે દરેક લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા.