કિંજલ દવે શું પોતાના પતિ સાથે ફરવા ગઈ વિદેશમાં! જાણો કેવી મોજ કરી રહ્યા છે…. – GujjuKhabri

કિંજલ દવે શું પોતાના પતિ સાથે ફરવા ગઈ વિદેશમાં! જાણો કેવી મોજ કરી રહ્યા છે….

કિંજલ દવેને સૌ કોઈ ગુજરાતી ઓળખતા હશે. કારણ કે ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિયતા પોતાના ગીતના માધ્યમથી કિંજલ દવેએ મેળવી છે. ચાર બંગડીવાળી ગીત રિલીઝ થયા બાદ કિંજલ દવેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને હાલ કિંજલ દવે દેશ-વિદેશમાં અલગ-અલગ કાર્યક્રમો કરીને ગુજરાતનું નામ રોશન કરી રહી છે.

તમને જણાવીએ કે કિંજલ દવેનો જન્મ 1999માં થયો હતો.કિંજલ દવે ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણના નાનકડા એવા ગામ જસંગપરાના એક ગરીબ ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મી હતી.તેણે 12 કોમર્સની પરિક્ષા 2017માં આપી હતી.કિંજલ દવેના પિતા હીરા ઘસવાનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા.સાથે તેમને ગીતો લખવાનો પણ શોખ હતો.પિતાના ગીતો લખવાના શોખને જોઈને જ 7 વર્ષની ઉંમરથી જ કિંજલ દવેને સંગીતનો રસ જાગ્યો હતો.

આજકાલ તો જયાં જુઓ ત્યાં કિંજલ દવેની બોલબાલા છે. તે પહેલા ઘણુ સંઘર્ષમય જીવન જીવતી હતી પરંતુ કિંજલ દવેની હાલની લાઇફસ્ટાઇલમાં અને પહેલાની લાઇફસ્ટાઇલમાં ઘણો ફરક છે.કિંજલ દવે માત્ર તેના ગીતોથી જ નહીં અંગત જીવનને લઈને પણ ચર્ચામાં બની રહે છે.કિંજલ દવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેના ભાવિ પતિ સાથે તેની શાનદાર તસ્વીરો અવારનવાર શેર કરતી રહે છે.આ તસ્વીરોને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેની સગાઇ તેમના બાળપણના મિત્ર પવન જોશી સાથે થઇ છે.હાલમાં હવે સૌ કોઈ આ બંનેનાં લગ્નની આતુરતા રાહ જોઈ રહ્યું છે.લગ્ન ન થવા હોવા છતાં પણ પવન જોશી હંમેશા કિંજલનો પડછાયો બનીને સાથે રહે છે.આ બંને અવારનવાર એકબીજાની સાથે જોવા મળે છે.

કિંજલ અને પવન જોશી પણ અવારનવાર એક સાથે ફરવા જાય છે.પ્રાપ્ત માહિતી અનુસાર હાલ બંને કિંજલ અને પવન દુબઈ શહેરમાં ફરવા ગયા છે.તમે તેમના સોશીયલ મીડિય એકાઉન્ટમાં તેમની તસ્વીરો જોઈ શકો છો.તસ્વીરો જોઈ અંદાજ લગાવી શકાય છે કે બંને ખુબ ખુશ છે અને તેઓ ફરવાનો આંનદ માણી રહ્યા છે.કિંજલ દવેની તેના થનાર પતિ પવન જોશી સાથેની રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે.