કિંજલ દવેના ઘરે આવી લાખો રૂપિયાની નવી આલીશાન કાર,જુઓ આ તસવીરો – GujjuKhabri

કિંજલ દવેના ઘરે આવી લાખો રૂપિયાની નવી આલીશાન કાર,જુઓ આ તસવીરો

કિંજલ દવેને સૌ કોઈ ગુજરાતી ઓળખતા હશે. કારણ કે ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિયતા પોતાના ગીતના માધ્યમથી કિંજલ દવેએ મેળવી છે. ચાર બંગડીવાળી ગીત રિલીઝ થયા બાદ કિંજલ દવેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને હાલ કિંજલ દવે દેશ-વિદેશમાં અલગ-અલગ કાર્યક્રમો કરીને ગુજરાતનું નામ રોશન કરી રહી છે.કિંજલ દવે નો જન્મ 24 નવેમ્બર,1999ના રોજ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

કિંજલ દવેના પિતા લલીતભાઈ દવે એક રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.કિંજલ દવે તેના પરિવાર સાથે ગુજરાત રાજ્યમાં બનાસકાંઠામાં વસવાટ કરતા હતા.કિંજલે માત્ર 7 વર્ષની ઉમરે ગાવાની શરુઆત કરી દીધી હતી.કિંજલ દવેના પરિવારમાં પિતા લલીતભાઈ દવે,માતા ભાનુબહેન દવે,ભાઈ આકાશ દવે,ભાભી જાગૃતિબેન પણ છે.

ત્યારે કિંજલ દવેની સગાઈ પવન સાથે થઈ છે.પવન કિંજલનો નાનપણનો મિત્ર છે અને કિંજલ દવેએ પવનની સાથે પોતાના ગામડે ખૂબ જ સાદાઈથી સગાઈ કરી છે.કિંજલ અને પવનનું બોન્ડિંગ ખૂબ જ સારું છે અને તે એકબીજા સાથે હંમેશાં હળીમળીને રહે છે.આજે કિંજલ દવે પર એક નજર કરીએ તો તેઓ એક એક પોગ્રામ દીઠ લાખો રૂપિયાની કમાણી કરી લે છે.

એક સમય એવો હતો કે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી પરંતુ આજે તેઓ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે અને હંમેશા લાઇમલાઈટમાં રહે છે.ખાસ કરીને કિંજલ દવેના પિતા લલિત દવે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.ત્યારે હાલમાં જ તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થાર સાથેની પોતાની તસ્વીરો શેર કરી છે

અને આ તસવીરો સાથે તેમણે એક સુંદર મજાનું કેપશન લખ્યું છે.આ તસ્વીરો જોઈને કહી શકાય છે કે લલિત દવે એ આલીશાન થારની ખરીદી કરી છે.આ થાર સાથે તેઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે, જાણે બોલિવુડના કોઈ હિરો હોય.લલિત દવે પોતાના અલગ જ અંદાજ હમેશા દેખાઈ આવે છે.