કિંજલ દવેના આ ગીત પર કોર્ટે કર્યો ઓર્ડર,હવે નહીં ગાઈ શકે આ ગીત…. – GujjuKhabri

કિંજલ દવેના આ ગીત પર કોર્ટે કર્યો ઓર્ડર,હવે નહીં ગાઈ શકે આ ગીત….

કિંજલ દવે…નામ સંભાળતા જ ચાર ચાર બંગડી વાળી ઓડી ગીત યાદ આવી જ જશે.યાદ કેમ ન આવે કારણકે આ જ ગીતથી જ કિંજલ દવેને લોક ચાહના મળી હતી.ગુજરાતની દરેક ગલી ફળિયાઓમાં આ ગીત આજે પણ વાગતું જ હશે.પરંતુ ગુજરાતની લોકગાયક કિંજલ દવેને અમદાવાદની સિટી સિવિલ કોર્ટે ઝટકો આપ્યો છે.કિંજલ દવે હવે “ચાર ચાર બંગડી વાળી.

” ફેમસ ગીત જાહેરમાં ગાઈ નહી શકે.અમદાવાદની સીટી સિવિલ કોર્ટે આ મામલે આગળનો નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાનો આ આદેશ જાહેર કર્યો છે.તમને જણાવીએ કે ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત લઈને વિવાદ થયો હતો અને હાલ મામલો કોર્ટમાં છે.અમદાવાદની સિટી સિવિલ કોર્ટે હુકમ કરતા કહ્યું હતું કે

કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં “ચાર બંગડી વાળી ગાડી”ટાઇટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે.વિવાદમાં એવું છે કે કાઠિયાવાડી કિંગના નામથી જાણીતા કાર્તિક પટેલે દાવો કર્યો છે કે આ ગીત તેમણે લખેલું છે.પણ કિંજલ દવેએ ગીતમાં ફેરફાર કરીને પોતાના નામે ગાયું છે. તેનો વીડિયો તેણે 2016માં અપલોડ કર્યો હતો.