કિંગ કોહલીની સ્ટ્રગલ સ્ટોરી જાણીને તમે પણ દુખ થશે,પોતાના પિતાના અવસાનથી,આંસુ પણ વહાવી નહોતો શક્યો….. – GujjuKhabri

કિંગ કોહલીની સ્ટ્રગલ સ્ટોરી જાણીને તમે પણ દુખ થશે,પોતાના પિતાના અવસાનથી,આંસુ પણ વહાવી નહોતો શક્યો…..

વિરાટ કોહલી વિશે કોણ નથી જાણતું? જે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી છે.ભારતીય ક્રિકેટ ટીમમાં સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની બાદ જે ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમને મજબૂત બનાવી છે અને પોતાની ઓળખ બનાવી છે.તે છે વિરાટ કોહલી.જેણે ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દરેક લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.તેમને ભારતીય ક્રિકેટની કરોડરજ્જુ કહેવામાં આવે છે.

કારણ કે તે જમણા હાથનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે અને સૌથી પ્રતિભાશાળી અને આશાસ્પદ ક્રિકેટરોમાંનો એક છે.હાલમાં વિરાટ કોહલી સેંકડો યુવાનોનો સ્ટાઈલ આઈકોન પણ છે.ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટરનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો.તેના પિતા પ્રેમ કોહલી કે જેઓ ક્રિમિનલ એડવોકેટ હતા અને તેની માતાનું નામ સરોજ કોહલી છે જે એક ગૃહિણી છે અને તેના પરિવારની સંભાળ રાખે છે.

આ સિવાય વિરાટ કોહલીનો એક મોટો ભાઈ વિકાસ અને મોટી બહેન ભાવના પણ છે.ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પ્રારંભિક શિક્ષણ દિલ્હીની વિશાલ ભારતી પબ્લિક સ્કૂલમાંથી મેળવ્યું હતું.વિરાટ તેના અભ્યાસમાં સરેરાશ હતો.પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન હંમેશા ક્રિકેટ પર હતું.જેના કારણે વિરાટના પિતાએ માત્ર 9 વર્ષની ઉંમરે ક્રિકેટ ક્લબમાં પ્રવેશ અપાવ્યો હતો.

વિરાટ કોહલીએ વર્ષ 2002માં અંડર-15 સ્પર્ધા રમી હતી.આ પછી વર્ષ 2006માં વિરાટ કોહલી અંડર સેવન્ટીનમાં સિલેક્ટ થયો હતો.જે બાદ તેની રમતની રીતમાં ઘણા ફેરફાર જોવા મળ્યા.આ પછી વર્ષ 2008માં વિરાટ કોહલીને અંડર-19 સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની અંડર-19 વર્લ્ડ કપની મેચ મલેશિયામાં થઈ હતી અને તેણે આ મેચમાં ભારતને જીત અપાવી હતી.

આ મેચ બાદ વિરાટની વન ડે ઈન્ટરનેશનલ મેચ માટે પસંદગી કરવામાં આવી હતી.તેણે આ મેચ શ્રીલંકા સામે રમી હતી.અને પછી 2011માં તેને વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળ્યો અને તેમાં પણ ભારતની જીત થઈ.19 ડિસેમ્બર 2006 જ્યારે કોહલી 17 વર્ષનો હતો.ત્યારે તેના પિતાનું અવસાન થયુ હતુ.એ જ સમયે તેની મેચ પણ ચાલી રહી હતી.

આ દુખને બાજુ પર મૂકી વિરાટે કર્ણાટક સામે 90 રન બનાવ્યા અને ફોલોઓન બાદ ટીમને બચાવી લીધી.રમત પુરી થયા બાદ તેણે પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.વર્ષ 2009માં શ્રીલંકા પ્રવાસ માટે વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી.આ પછી વિરાટ કોહલીએ ક્યારેય પાછું વળીને જોયું નથી.તેણે એકલા હાથે ટીમ ઈન્ડિયાને અનેક પ્રસંગોએ જીત અપાવી છે.