કિંગ ઓફ સારંગપુર એવા હનુમાન દાદાની ૫૪ ફુટ ઊંચી પંચધાતુની મૂર્તિ બનવા જઈ રહી છે, મૂર્તિનું મુખ સારંગપુર આવી પહોંચતા ભકતોએ ધૂમધામથી વધામણાં કર્યા…. – GujjuKhabri

કિંગ ઓફ સારંગપુર એવા હનુમાન દાદાની ૫૪ ફુટ ઊંચી પંચધાતુની મૂર્તિ બનવા જઈ રહી છે, મૂર્તિનું મુખ સારંગપુર આવી પહોંચતા ભકતોએ ધૂમધામથી વધામણાં કર્યા….

સારંગુપુર ધામમાં આજે પણ હનુમાન દાદા હાજરા હજુર બિરાજમાન છે. દાદા પોતાના ભકતોને આવર નવાર પરચાઓ પુરા પાડે છે. સારંગપુર ધામ આજે દાદાના પરચાઓના કારણે ખુબજ જાણીતું થયું છે.

દેશ વિદેશથી ભકતો દાદાના દર્શને આવે છે. દાદાનું નામ લેવા માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થઇ જાય છે. હવે સારંગપુરમાં થઇ રહ્યું છે. એવું કામ કે.જેનાથી સારંગપુરની શોભામાં વધારો થશે અહીં હનુમાન દાદાની ૫૪ ફુટ ઊંચી પંચધાતુની મૂર્તિ બનાવવામાં આવી રહી છે.

આ પ્રોજેક્ટ કે કિંગ ઓફ સારંગપુર તરીકે નામ આપવામાં આવ્યું છે. જયારે દાદાની આ મૂર્તિ તૈયાર થઇ જશે. ત્યારે ૭ કિલોમીટર દૂરથી દાદાના દર્શન કરી શકાશે. દાદાની આ પાંચ ધાતુની મૂર્તિ હરિયાણામાં બની રહી છે.

ગઈકાલે મૂર્તિનું મુખ સારંગપુર આવી પહોંચતા સંતો અને ભકતો દ્વારા દાદાના મુખની પૂજા કરવામાં આવી હતી અને ભકતોએ નાચીને દાદાના મુખના વધામણાં કર્યા હતા. આ આખો પ્રોજેક્ટ ૧,૩૫,૦૦૦ સ્કવેર ફુટ જગ્યામાં આકાર લેશે. અહીં બે મોટા ગાર્ડન બનાવવામાં આવશે. જ્યાં એકસાથે ૧૨ હાજર લોકો બેસી શકે એટલી જગ્યા હશે.

આ આખા પ્રોજેક્ટને કિંગ ઓફ સારંગપુર નામ આપવામાં આવ્યું છે. જયારે આ પ્રોજેક્ટ બનીને તૈયાર થઇ જશે. ત્યારે સારંગપુરની શોભામાં ચાર ચાડ લાગવશે. દાદાની મૂર્તિનો વજન ૩૦ હજાર કિલો હશે. ભૂકંપના ઝટકાથી પણ સુક્ષુપ્ત રહેશે, ૫ હજાર વર્ષ સુધી આ મૂર્તિને કઈ નહિ થાય.

નોધ:વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.