કાલોલના પ્રગતિશીલ ખેડૂતે તેમની એક એકર જમીનમાં ગલગોટાની ખેતી ચાલુ કરી અને આજે તેમાંથી લાખો રૂપિયાની આવક કરીને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે… – GujjuKhabri

કાલોલના પ્રગતિશીલ ખેડૂતે તેમની એક એકર જમીનમાં ગલગોટાની ખેતી ચાલુ કરી અને આજે તેમાંથી લાખો રૂપિયાની આવક કરીને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે…

ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને દેશમાં નાના મોટા ખેડૂતો જુદી જુદી ખેતી કરીને સારી એવી આવક કરતા હોય છે. આજના સમયમાં બધા જ ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે અને સારી આવક પણ કરી રહ્યા છે.આજે આપણે કાલોલ એક એવા જ ખેડૂત વિષે જાણીએ જેઓ ગલગોટાની ખેતી કરીને લાખો રૂપિયાની આવક કરે છે.કાલોલ રામનાથ ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત હિમાંશુભાઈ હાલમાં શાકભાજી અને ફૂલોની ખેતી કરે છે.

આ વર્ષે હિમાંશુભાઈએ એક એકર જમીનમાં ગલગોટાની ખેતી કરી છે અને તેઓએ બે પ્રકારના ગલગોટાની ખેતી કરી હતી. જેમાં માર્ચ મહિનામાં આ વાવેતર કર્યું હતું અને સાડા ત્રણ મહિના બાદ હાલમાં ફૂલોનો ઉતારો મળી રહ્યો છે.આ ખેતી કરવા માટે ૫૦ હજાર રૂપિયાનો ખર્ચો થયો હતો અને તેઓ બજારમાં આ ફૂલને વેચી આવે છે.

તેમને એક કિલોના અંદાજિત ૧૦૦ રૂપિયા ભાવ મળે છે અને તેમની આ ખેતીમાંથી તેમને હજુ ઘણા મહિના સુધી ફૂલનો ઉતારો પણ મળશે અને સાથે જ સારી એવી આવક પણ થશે. આજે આ ખેડૂતને જોઈને બીજા ખેડૂતો આગળ પણ વધ્યા હતા.

આમ કલોલના ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને આગળ આ ખેતી ચાલુ કરી અને તેમાં તેમની મહેનતથી મોટી આવક પણ કરી હતી. હાલમાં ફૂલનો ઉતારો ચાલુ છે અને તેથી તેમને બીજા પાક કરતા આ ખેતીમાં સારી એવી આવક પણ થશે અને તેઓ મોટી આવક સાથે આગળ પણ વધશે.