કાલે શુ થવાનું કોને ખબર? ગુજરાતના આ દંપતિની પ્રેમ કહાની તમને રડાવી દેશે,જેને પણ આ કહાની વાંચી તે રડી પડ્યું…. – GujjuKhabri

કાલે શુ થવાનું કોને ખબર? ગુજરાતના આ દંપતિની પ્રેમ કહાની તમને રડાવી દેશે,જેને પણ આ કહાની વાંચી તે રડી પડ્યું….

કાલે શુ થવાનું કોને ખબર ? તારીખ 21મી જુલાઈએ બનેલી ઘટના બનતા સુધી બધાને ખબર જ હશે.તો પણ તમને જણાવીએ દઈએ કે જૂનાગઢમાં આ દિવસે એક એવી ઘટના બની કે દરેકના આંખોમાં આંસુ હતા.આ દિવસે થયું એવું કે એકાએક ફોટોગ્રાફર માયુરભાઈ સોલંકીના પુત્ર શ્રીનાથભાઈ સોલંકીની ગર્ભવતી પત્નીનું બ્રેન હેમરેજના કારણે મૃત્યુ થયું.

જો કે સોલંકી પરિવારનું દુઃખ આટલે પૂરું ન થયું.ગર્ભમાં રહેલી બાળકીએ પણ તેની માતા મોનીકા સાથે આ દુનિયાને અલવિદા કહી દીધું.શ્રીનાથ ભાઈ સોલંકી જણાવે છે કે મારી પત્ની ડિલિવરી નજીક હોવાથી સીમંત પતાવીને વેરાવળ તેના પિયરે ગઈ હતી.9 મહિનાની પ્રેગનન્સી હોવાથી જે કોમ્પ્લિકેશન હોય એ જ હતા.બાકી રિપોર્ટ તો બધા જ નોર્મલ હતા.

પરંતુ 21મી જુલાઈએ સવારે મોનીકાને માથું દુઃખવાનું શરૂ થયું.થોડી જ ક્ષણો બાદ અતિ તાવ પણ આવી ગયો.જે બાદ સારવાર અર્થે મોનીકાને હોસ્પિટલમાં લઇ ગયા. મોનીકાની હાલત જોઈ ડૉકટરોએ સતર્કતા રાખી OPDમાં જ મોનીકાની સારવાર શરૂ કરી દીધી હતી.આ બાદ બ્લડપ્રેશર એકદમ વધી જવાથી મોનીકાને બ્રેન સ્ટ્રોક આવી ગયો.

આ બાદ ડોક્ટરે જણાવ્યું કે મોનીકાને બચાવી શકાય તેમ નથી પણ તમે કહો તો ગર્ભમાં રહેલ બાળકને બચાવી શકાય છે.અમે સંમતિ આપ્યા બાદ સિઝેરિયનથી બાળકીનો જન્મો થયો.પરંતુ થોડી જ વારમાં તેણે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું.

ભગવાને આ કેવા લેખ લખ્યા હતા. શ્રીનાથભાઈ સોલંકીની પત્ની સાથે તેમણી નવજાત દીકરીએ પણ દુનિયાને અલવિદા કહી દીધું.શ્રીનાથભાઈ આજે પણ આ સદમામાંથી બહાર આવી શક્યા નથી.તેઓ કહે છે કે મોનીકા મારી પત્ની જ ન હતી તે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી.અમેં લવ મેરેજ કર્યા હતા.અત્યાર સુધી મીઠા ઝઘડા જ થયા છે.તેની બધી વાતો મારા કાનમાં હજી પણ ગુંજી રહી છે.

 

તેનો હસમુખ ચહેરો મારી આંખોમાં ફર્યા જ કરે છે.એવું લાગે છે જાણે તે હમણાં જ પાછી આવી જશે.વધુમાં તેમણે એક મજાક મજાકમાં પતિ પત્ની વચ્ચે થયેલી વાર્તા પણ જણાવી.તેમણે કહ્યું કે અમારા બંને વચ્ચે એ વાત ચાલતી હતી કે જો હું જઉ ત્યારે તું જોજે તને ખૂબ જ કાઠું પડશે.ત્યારે એ કહેતી કે તમારા પહેલા તો હું જઈશ.ત્યારે તમે બેન્ડ બાજા સાથે મને લઈ જજો.

એવી વાત થઈ એટલે અમે બે હસવા લાગ્યા.પત્ની મોનિકા ઈચ્છા મુજબ બેન્ડ બાજા સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.પરિવારે મૃતક મોનિકાબેનનું ચક્ષુદાન કરીને અન્ય વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથર્યો છે.આ સાથે મોનિકાને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પ કર્યો તેમજ ભવિષ્યમાં પણ તેઓ પત્ની અને દીકરીની યાદમાં કાર્ય કરવા માંગે છે.આ પ્રેમ કહાની ખૂબ જ હદયસ્પર્શી છે.